કાર્યવાહી:1000 કરોડના જમીન ગોટાળામાં વિધાનસભ્યની તપાસ માટે SIT

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્યારે સુરેશ ધસ રાષ્ટ્રવાદીમાં હતા અને તે સમયે કોંગ્રેસ- રાષ્ટ્રવાદીની સરકાર હતી

બીડ જિલ્લાના દેવસ્થળ (મંદિરો) અને વકફ બોર્ડની માલિકીની જમીનો ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવાના આરોપની તપાસ કરવા માટે મહારાષ્ટ્ર સરકારે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની સ્થાપના કરી છે. ભૂતપૂર્વ મહેસૂલ રાજ્યમંત્રી અને ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસ, તેમના નિકટવર્તીઓ ખુલ્લી બજારમાં દેવસ્થાન અને વકફની 1000 કરોડની ગેરકાયદે માલમતા વેચવાના પ્રકરણમાં મુખ્ય આરોપી છે.ધસ અને ભૂતપૂર્વ વિધાનસભ્ય ભીમરાવ ધોંડેના નિકટવર્તીઓના વિરોધમાં આજ સુધી બીડ જિલ્લામાં ત્રણ ગુના દાખલ છે.

આરોપીઓએ બીડ જિલ્લાની કુલ 450 એકર મુખ્ય જમીન તેમના નજીકના સાથીદારોને ટ્રાન્સફર કરી હતી, જેમણે પછી આ જમીન ખુલ્લી બજારમાં વેચી હતી.નિયમ અનુસાર આ જમીન હૈદરાબાદ ઈનામ નિર્મૂલન કાયદા અનુસાર ખિદમતતમાશ જમીન છે. તે વેચવાની કાયદા હેઠળ પરવાનગી નથી, કારણ કે તેના માલિક દેવ અથવા અલ્લાહ છે. જેને કાયદાની ભાષામાં લીગલ ફિકશન કહેવાય છે અને તે ઈનામ જમીનના મૂળ ભોગવટાદાર ફક્ત તે જમીનના ટ્રસ્ટી હોય છે.

પ્રાથમિક સરકારી તપાસમાં ધસના નિકટવર્તીઓને જમીન ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવા પાછળ દલાલ અને રાજકારણીઓ વચ્ચે સંબંધ હોવાનું જાણવા મળે છે.આ વ્યવહાર કરતી વખતે આ લોકોએ બીડ જિલ્લાધિકારી અને વકફ બોર્ડના નકલી સિક્કા બનાવ્યા હતા. ખરીદી વેચાણ માટે ચેક વાપર્યા તે એક ક્રેડિટ સોસાયટીમાં બનાવવામાં આવ્યા, જેના અધ્યક્ષ સુરેશ ધસ છે.

આ જમીન ગોટાળો હોઈ એસઆઈટી બધી વિગતો જાહેર કરશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.દેવસ્થાનની અને મસ્જિદની ઈનામી જમીનમાં સુરેશ ધસના કહેવાથી અને મહેસૂલ ખાતાના આશીર્વાદથી લગભગ 1000 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. અનેક જમીન વ્યવહારમાં સરકારની મહેસૂલ ડુબાડવામાં આવી અને સામાન્ય માણસોની છેતરપિંડી કરવામાં આવી છે.

ઈડી પાસે ફરિયાદ નોંધાવાઈ
ધસની આગેવાનીમાં બીડ જિલ્લાની ઈનામી જમીનની 1000 કરોડ રૂપિયાની ગેરરીતિ મની લોન્ડરિંગ પ્રક્રિયા થકી થયાનો આરોપ કરતી ફરિયાદ ઈડીની મુંબઈ ઓફિસમાં 14 ડિસેમ્બરે સામાજિક કાર્યકર્તા રામ ખાડે, શેખ અબ્દુલ ગનીએ એડ. અસીમ સરોદે, એડ. અજિત દેશપાંડે, એડ. અક્ષય દેસાઈ અને એડ. મદન કુર્હેની મદદથી દાખલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...