આક્ષેપ:અજિત પવારની બેનામી સંપત્તિમાં બહેનોનો ભાગઃ કીરીટ સોમૈયા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શરદ પવાર, ઉદ્ધવ ઠાકરેની પણ ટીકા

રાજ્યના ઉપ મુખ્ય મંત્રી અજિત પવારની બેનામી મિલકતોમાં તેમની બહેનો અને તેમના પતિઓનો પણ હિસ્સો હોવાનો ગંભીર આરોપ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ કર્યો છે. તેઓ રવિવારે સોલાપુર શહેર અને જિલ્લાની મુલાકાત ગયા હતા, જ્યાં તેમણે પત્રકારોનો સંબોધતાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પર પણ નિશાન સાધ્યું હતું.

મારી પાસે ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવા છે. હું તે ઈડી, હાઈ કોર્ટ અને સીબીઆઈને પણ આપવાનો છું. ઠાકરે સરકારના રિમોટ કંટ્રોલ શરદ પવાર મારા આરોપોના ઉત્તરો આપે, એવો પડકાર પણ તેમણે ફેંક્યો હતો.મહાવિકાસ આઘાડી સરકારે કરેલો ભ્રષ્ટાચાર એ લૂંટમારી છે. આટલું જ નહીં મહાવિકાસ આઘાડી સરકારના વિવિધ નેતાઓ પર ગેરરીતિના આરોપો કરનાર સોમૈયાએ હવે સીધા મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને પણ નિશાન બનાવ્યા છે. મુખ્ય મંત્રીનો સાળાનાં બેનામી કંપનીઓમાં રોકાણ છે એવો આરોપ સોમૈયાએ કરીને આ અંગે ઠાકરેએ ઉત્તર આપવો એમ જણાવ્યું હતું.

ઈન્કમ ટેક્સ વિભાગે 9 દિવસ પાડેલા દરોડાનો બીજો અહેવાલ આવવાનો હજુ બાકી છે. રૂ. 1000 કરોડના બેનામી વ્યવહારો હોઈ તેમાં 15 સહયોગીઓ, પત્ની, પુત્ર, બહેનને નામે ગોટાળો કરવામાં આવ્યો છે. સુનેત્રા પવાર બે ડઝન કંપનીઓમાં ડાયરેક્ટર અને ત્રણ ડઝન કંપનીઓમાં હિસ્સાધારક, માલિક છે. બહેન, પુત્ર, યજમાનનો પુત્રને નામે બેનામી કંપનીઓ છે. તેઓ પહેલાં એક હોલ્ડિંગ કંપની તૈયાર કરે છે, જે પછી તેમની અંતર્ગત કંપનીઓને લાવે છે. સરકારી માલમતા પાણીને મૂલે વેચાતી લે છે. જરંડેશ્વર કંપની તેમની જ છે. મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેન્ક તેમની જ છે. પદનો દુરુપયોગ કરીને તેમણે આ બધું મેળવ્યું છે, એવો આરોપ પણ સોમૈયાએ કર્યો હતો.

સીબીઆઈ, ઈડીની કાર્યવાહી ચાલુ રહેશે
મહાવિકાસ આઘાડી સરકારના અનેક નેતાઓ સીબીઆઈનો વિરોધ કરી રહ્યા છે. આમ છતાં આ યંત્રણાની કાર્યવાહી ચાલુ જ રહેવાની છે, એમ પણ તેમણે દાવો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...