નિવેદન:રાજ્યમાં માહોલ બગાડતી સંસ્થા ભાજપની સિસ્ટર કન્સર્નઃ રાઉત

મુંબઇ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળાસાહેબ હોત તો સંજય રાઉતને લાફો માર્યો હોતઃ ચંદ્રકાંત પાટીલ

ત્રિપુરામાં હિંસાના પડઘા અમરાવતી સહિત રાજ્યમાં થયેલા પથ્થરમારાની ઘટનાઓમાં ભાજપનો હાથ હોવાનો આરોપ શિવસેનાના સાંસદ સંજય રાઉતે કર્યો હતો. આ પછી ભાજપ પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે જવાબમાં જણાવ્યું કે બાળાસાહેબ આજે હયાત હોત તો સંજય રાઉતને આવું નિવેદન કરવા માટે લાફો મારી દીધો હોત.અમરાવતી, નાંદેડ અને માલેગાવમાં પથ્થરમારો થવા પ્રકરણે સંજય રાઉતે ભાજપને જવાબદાર ઠરાવ્યો છે. રઝા એકેડેમી રાજ્યમાં વાતાવરણ ખરાબ કરી રહી છે. તે ભાજપની જ સિસ્ટર કન્સર્ન છે. રાજ્યમાં સરકાર અસ્થિર કરવા માટે ભાજપની આ રમત છે, એવો આરોપ રાઉતે કર્યો હતો.

પાટીલે જવાબ આપતાં જણાવ્યું કે રાઉતનું વક્તવ્ય સાંભળી દયા આવે છે. રાજકારણ માટે તેઓ કેટલા લાચાર બની ગયા છે. આજે બાળાસાહેબ હોત તો તેમને લાફો મારી દીધો હોત. દરેક બાબતમાં તેમને ભાજપનો હાથ દેખાય છે. એસટીની હડતાળ ચાલી રહી છે, આરોગ્ય વિભાગના પરીક્ષાના પેપર અમે ફોડ્યા, ખેડૂતોને સરકાર પૈસા આપતી હતી પણ અમે તેને રોકી, બધું અમે જ કર્યું. અરે શું ચાલી રહ્યું છે? લોકોને સમજાતું નથી શું? એવો પ્રશ્ન પાટીલે કર્યો હતો.

રાજ્યમાં એસટી કામગારોની, ખેડૂતોની દિવાળી કાળી રહી, એસટી કર્મચારીઓ પર આટલો અન્યાય ક્યારેય થયો નહોતો, 37 કામગારોએ આત્મહત્યા કરી, પરંતુ તેમને દરેક જગ્યાએ ભાજપનો જ હાથ દેખાય છે. ભાજપનો હાથ હોય તો કાપી નાખો. તમે ત્રણ પક્ષ એકત્ર છો ને. ફક્ત પાંચ ટકા મુસ્લિમો ગડબડ કરે છે, 95 ટકા પ્રામાણિક છે. માલેગાવમાં, નાંદેડમાં અસ્વસ્થતા નિર્માણ કરનાર પર અગાઉની જેમ ટીકા કરો, મુસ્લિમ મતોની કાળજી નહીં કરો, ગડબડ કરનારની તમે ટીકા પણ નહીં કરશો? એવો પ્રશ્ન તેમણે શિવસેનાને કર્યો હતો.

હિંસાચાર રોકવામાં રાજ્ય સરકાર નિષ્ફળ નીવડી છે એવું કહેવા માગો છો એવું પુછાતાં તેમણે જણાવ્યું કે આ નિષ્ફળતા નથી, હિંસાચાર અટકાવશે તો તેમને મત જશે. રાજકારણમાં તમે આવશો તો સમજાશે. ત્રિપુરામાં હિંસાચારનો ખરો અહેવાલ પોલીસે આપવો, પછી જુઓ બધું સામે આવી જશે. સામાન્ય નાગરિકોને ત્રાસ થયો તેથી ભાજપે બંધ પોકાર્યો તેમાં શું ખોટું કર્યું, એવો પ્રશ્ન તેમણે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...