તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Since Rashmi Shukla's Name Is Not In The Phone Tapping, How Can The Crime Be Canceled: Government

દાવો:ફોન ટેપિંગમાં રશ્મી શુક્લાનું નામ નહીં હોવાથી ગુનો રદ કઈ રીતે થાયઃ સરકાર

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનિલ દેશમુખ વિરુદ્ધ કરવામાં આવતી તપાસનો આ પ્રકરણ સાથે સંબંધ ન હોવાનો દાવો

ફોન ટેપિંગ પ્રકરણે દાખલ ગુનામાં વરિષ્ઠ આઈપીએસ અધિકારી રશ્મી શુક્લાના નામનો સમાવેશ નથી. તેથી આ પ્રકરણે દાખલ ગુનો રદ કરવાની માગણી શુક્લા તરફથી કરી શકાતી નથી એવો દાવો રાજ્ય સરકારે હાઈ કોર્ટમાં દાખલ કરેલા એફિડેવિટમાં કરવામાં આવ્યો છે. ફોન ટેપિંગ માટે તત્કાલીન અતિરિક્ત મુખ્ય સચિવ સીતારામ કુંટેની પરવાનગી લેવામાં આવી હતી એવો દાવો શુક્લાએ કર્યો છે. પણ ફોન ટેપિંગની પરવાનગી પોતાને ગેરમાર્ગે દોરીને લેવામાં આવી એમ કુંટેએ પોતાના અહેવાલમાં કર્યાનો દાવો સરકારે કર્યો છે.

સ્ટેટ સીઆઈડી તરફથી સંવેદનશીલ અને ગોપનીય માહિતી જાહેર કરવા સાથે આ પ્રકરણ સંબંધિત છે. ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ તરફથી કરવામાં આવતી તપાસનો આ પ્રકરણ સાથે કોઈ સંબંધ નથી એવો દાવો પણ સરકારે એફિડેવિટમાં કર્યો છે. ગોપનીય અને સંવેદનશીલ માહિતી જાહેર કર્યાના આરોપ પ્રકરણે મુંબઈ પોલીસના સાયબર વિભાગે દાખલ કરેલો ગુનો રદ કરવાની માગણી માટે શુક્લાએ હાઈ કોર્ટમાં દાદ માગતા ગુનો રદ કરવાની માગણી કરી છે.

એફિડેવિટમાં શું છે? ગોપનીય અને સંવેદનશીલ માહિતી જાહેર કરવા પ્રકરણે અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એમાં શુક્લાના નામનો સમાવેશ નથી. તેથી આ ગુનો રદ કરવાની માગણી કરી શકાતી નથી. આ પ્રકરણે ચાલતી તપાસ માટે જરૂરી માહિતી મેળવવાના હેતુથી શુક્લાને નોટિસ બજાવવામાં આવી હતી.

સ્ટેટ સીઆઈડીના કોમ્પ્યુટરમાં રહેલી માહિતી પેન ડ્રાઈવમાં લઈને એની કોપી ગેરકાયદે ત્રીજા પક્ષને આપવામાં આવી હતી. ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી કાયદા અનુસાર આ ગુનો છે. વેર વાળવા માટે પોતાના પર ગુનો દાખલ કર્યો હોવાનો શુક્લાનો આરોપ નિરાધાર છે એમ એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...