વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યાનો આરોપ:કંગના રણોત સામે FIR દાખલ કરવા શીખ સંસ્થાની ફરિયાદ

મુંબઇ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

અભિનેત્રી કંગના રણોતે તેની સોશિયલ મિડિયા પોસ્ટ પર વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હોવાથી તેની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે એવી ફરિયાદ શીખ સંસ્થા દ્વારા મુંબઈ પોલીસમાં કરવામાં આવી છે.દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે અને અમે તેની વધુ તપાસ કરી રહ્યા છીએ. શિરોમણિ અકાલી દળના નેતા અને સંસ્થાના પ્રમુખ મનજિંદર સિંહ સિરસાની આગેવાનીમાં મોવડીમંડળ દ્વારા કંગના સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે કંગનાએ ખેડૂતોના આંદોલનને હેતુપૂર્વક અને જાણીબૂજીને ખાલીસ્તાની ચળવળ તરીકે ઉલ્લેખ કર્યો છે અને શીખ સમુદાયને ખાલીસ્તાની આતંકવાદી તરીકે ચીતરવાનો પ્રયાસ કર્યો છે. 1984 અને અગાઉ થયેલા હત્યાકાંડને કંગનાએ તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીના દ્વારા નિયોજનબદ્ધ અને ગણતરીબદ્ધ પગલું હતું એવો દાવો કર્યો હતો, એમ ફરિયાદમાં જણાવાયું છે.આટલું ઓછું હોય તો તેમને ઈન્દિરા ગાંધીનાં જૂતાંનીનીચે કચડવામાં આવ્યાં હતાં એમ કહીને શીખ સમુદાય વિરુદ્ધ અત્યંત બદનામીકારક અને અપમાનિત ભાષાનો ઉપયોગ કંગનાએ કર્યો છે. તેનું આ કૃત્ય નીચલી પાયરીનું, અનાદર કરનારું અને તિરસ્કાર કરનારું હોઈ દુનિયાભરમાં શીખ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે, એમ ફરિયાદમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...