કોરોના ઇફેક્ટ:પાંચ દિવસના ગણેશવિસર્જન પછી ફૂલોની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગણેશોત્સવના આગલા દિવસે અને પહેલા દિવસે ખીલેલી ફૂલબજાર ફક્ત પાંચછ દિવસમાં જ કરમાઈ ગઈ છે. આ પાંચછ દિવસમાં ફૂલોની કિંમતમાં ચારથી પાંચ ગણો ઘટાડો થયો છે. માગના અભાવે હોલસેલ વેપારીઓ અને છૂટક વિક્રેતાઓ ચિંતામાં છે.

પાંચ દિવસના ગણપતિનું વિસર્જન થયા બાદ 80 ટકા ગ્રાહકો ઓછા થયા
દર વર્ષે ગણેશોત્સવના વચ્ચેના દિવસોમાં થોડા પ્રમાણમાં દર ઓછા થાય છે પણ આ વર્ષે ઘટાડો મોટો હોવાથી ફૂલવિક્રેતાઓએ લાખો રૂપિયાની નુકસાની ભોગવવી પડી છે. શ્રાવણ મહિનાથી વધેલી ફૂલોની કિંમત ગણેશોત્સવમાં હજી વધે છે. પાંચ દિવસના ગણપતિનું વિસર્જન થયા પછી ફૂલોની કિંમત થોડી ઓછી થાય છે. પણ એમાં ઝાઝો તફાવત હોતો નથી. આ વર્ષે ગણેશોત્સવના પહેલા દિવસ અને છઠ્ઠા દિવસમાં લગભગ ત્રણ ગણો ઘટાડો થયો છે. દાદરની હોલસેલ મારકેટમાં 250 થી 300 રૂપિયે કિલો વેચાયેલા ગલગોટાના ફૂલ હવે 60 થી 70 રૂપિયે કિલો વેચાય છે. આ વર્ષે અનેક જણે દોઢ દિવસમાં ગણેશોત્સવનું સમાપન કર્યું. તેથી બીજા દિવસ પછી જ બજાર પર અસર થવાની શરૂ થઈ. પાંચ દિવસના ગણપતિનું વિસર્જન થયા બાદ 80 ટકા ગ્રાહકો ઓછા થયા. વેપારીઓ પાસે પહેલાંનો જ માલ પડ્યો છે ત્યારે ગુરુવારે બેંગાલુરુથી સાતથી આઠ ગાડીઓ ગલગોટાના ફૂલ આવ્યા.

ઉત્સવોના સમયે માગ અને પુરવઠાનો અંદાજ ન હોવાથી હંમેશા વધારાનો માલ ભરી રાખીએ છીએ
તેથી ભાવ પડી ગયા અને એક જ દિવસમાં ફૂલબજારને લાખો રૂપિયાનો ફટકો પડ્યો એમ મીનાતાઈ ઠાકરે ફૂલબજાર એસોસિએશનના કાર્યાધ્યક્ષ રાજેન્દ્ર હિંગણેએ જણાવ્યું હતું. દર વર્ષે સરઘસોમાં સજાવટ, દર્શન માટે હાર-ફૂલ લઈને જનારા ભાવિકોને લીધે ગણેશોત્સવના દસ દિવસ માગ રહે છે. આ માગમાં 75 ટકાનો ઘટાડો થયો એમ ફૂલોના છૂટક વિક્રેતાઓ જણાવે છે. ઉત્સવોના સમયે માગ અને પુરવઠાનો અંદાજ ન હોવાથી હંમેશા વધારાનો માલ ભરી રાખીએ છીએ. શરૂઆતમાં માલ ઓછો હતો પણ પછી આવક વધી હતી. ઉંચા ભાવે ખરીદી કરેલા ફૂલો ઓછા દરે વેચવા પડ્યા એવી નારાજગી ફૂલવિક્રેતાઓમાં છે.સેલ બજારમાં ફૂલોની કિંમત પડી ગઈ છતાં અનેક ઠેકાણે ફૂલોના હારની કિંમત વધારે છે. અત્યારે એક ફૂટ હારના 50 થી 70 રૂપિયા, બે ફૂટના હારના 150 થી 200 રૂપિયા અને ત્રણ ફૂટના હાર માટે 250 થી 400 રૂપિયા લેવામાં આવે છે. આ દર હારમાં વાપરેલામાં ફૂલો અનુસાર 20 થી 25 રૂપિયા ઓછાવધુ હોય છે.

ઘટેલી કિંમત (૨૧ ઓગસ્ટના દર)
ગણેશોત્સવના પાંચમા દિવસ એટલે કે ગુરુવાર 27 ઓગસ્ટના ગલગોટા 60 (300) રૂપિયે કિલો વેચાતા હતા. ગુલાબ નંગ દીઠ 15 થી 20 રૂપિયા (80), ગુલછડી 120 રૂપિયે કિલો (400), ચંપો નંગ દીઠ 1 રૂપિયો (7) જાસવંતીના ફૂલ 20 રૂપિયાના 25 નંગ (10 નંગ) વેચાયા હતા.

અન્ય સમાચારો પણ છે...