તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:મહારાષ્ટ્રના 15 જિલ્લામાં નવા કોવિડ કેસમાં નોંધપાત્ર ઘટાડો

મુંબઈ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહારાષ્ટ્ર સહિત 13 રાજ્યમાં નવા દર્દીઓની સંખ્યા ઓછી થઈ રહી છે

કોરોનાની બીજી લહેરે આખા દેશમાં ચિંતાનું મોજું ફેલાવી દીધું છે. તેમાંય મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. આથી જ લોકડાઉન જેવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે, જેનાં પરિણામો હવે ધીમે ધીમે દેખાવા લાગ્યા છે. મહારાષ્ટ્રમાં નવા કેસ નોંધપાત્ર રીતે ઓછા થઈ રહ્યા છે. તેમાંય મુંબઈ, થાણે, ઔરંગાબાદ, જલગામ સહિત 15 જિલ્લામાં નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર સહિત 13 રાજ્યમાં કેસ ઓછા થઈ રહ્યા છે અને આ રાજ્યોમાં ટૂંક સમયમાં જ નવા દર્દીઓની સંખ્યા ઓર ઓછી થશે, એમ આરોગ્ય વિભાગે મંગળવારે જણાવ્યું હતું.

છેલ્લા પાંચ સપ્તાહનો ગ્રાફ જોતાં મહારાષ્ટ્રના 15 જિલ્લામાં કેસ ઓછા થઈ રહ્યા છે. તેમાં મુંબઈ શહેર અને ઉપનગરો, થાણે, ઔરંગાબાદ, જલગામ, નાંદેડ, લાતુર, નંદુરબાર, વાશિમ, ભંડારા, ધુળે અને ગોંડિયા જિલ્લાનો સમાવેશ થાય છે. કોરોનાવાઈરસના કેસનો ગ્રાફ રોજ ઓછો થઈ રહ્યો છે અને છેલ્લા થોડા દિવસમાં કોઈ ઝાઝો વધારો જોવા મળ્યો નહોતો. બીજી લહેરમાં મહારાષ્ટ્રમાં 18 એપ્રિલ સુધી 68,631 નવા કેસ નોંધાયા હતા. 2 મેના રોજ તે ઘટીને 56,647 સુધી નીચે આવ્યા છે. આ પરથી નવા કેસ ઓછા થયા હોવાનો અંદાજ મળે છે. આમાંથી મોટા ભાગના જિલ્લામાં 4થી 17 એપ્રિલ દરમિયાન કેસ તેની ચરમસીમાએ હતા. જોકે 17 એપ્રિલ પછી નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે.

મહારાષ્ટ્ર, દિલ્હી, ચંડીગઢ, પંજાબ, ગુજરાત, ઝારખંડ, મધ્ય પ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દમણ અને દીવ, લક્ષદ્વીપ અને લડાખમાં છેલ્લા 15 દિવસમાં નવા દર્દીઓની સંખ્યા ઓછી થઈ છે. જોકે આ ઘટાડો તાજેતરમાં જોવા મળ્યો છે અને તેની પર કશું ટિપ્પણી કરવાનું વહેલું ગણાશે. જોકે આ સારા સંકેત છે અને આ જિલ્લાઓમાં એકધાર્યા પ્રયાસો ચાલુ રાખવાની જરૂર છે. રાજ્ય સ્તરે પણ આ પ્રયાસ ચાલુ રાખવાની જરૂર છે.

એક્ટિવ દર્દીની સંખ્યા વધુ
નવા દર્દીઓની સંખ્યા ઓછી થવા છતાં 12 રાજ્યમાં એક લાખથી વધુ એક્ટિવ દર્દીઓ છે. મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ અને તામિલનાડુમાં 1 લાખથી વધુ એક્ટિવ દર્દીઓ છે. સાત રાજ્યમાં સરેરાશ 50,000થી 1 લાખ એક્ટિવ દર્દીઓ છે. 22 રાજ્યમાં પોઝિટિવિટી દર 15 ટકાથી વધુ છે તે પણ સારો સંકેત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો