તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તૈયારી:શિવરી-નવી મુંબઈ-વિરાર-વરલી વચ્ચે સિગ્નલ ફ્રી પ્રવાસ

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આગામી 10 વર્ષના સમયગાળામાં રિંગરૂટ તૈયાર કરવામાં આવશે

મુંબઈ મહાનગર પ્રદેશમાં આગામી 10 વર્ષના સમયગાળામાં રિંગરૂટ તૈયાર થશે. મુંબઈમાં અત્યારે ચાલી રહેલા પાયાભૂત સુવિધા વિકાસ પ્રકલ્પ જોતા મુંબઈમાં સિગ્નલ વિના પ્રવાસ કરવો શક્ય થશે એવો મત મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણના કમિશનર આર.એ.રાજીવે વ્યક્ત કર્યો હતો. મુંબઈ મહાનગર ક્ષેત્રમાં ચાલુ ૪ પ્રકલ્પોને લીધે મુંબઈ શહેરથી મુંબઈ મહાનગર ક્ષેત્ર સુધીનો પ્રવાસ સહેલો થશે એમ તેમણે જણાવ્યું હતું. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક પ્રકલ્પના વિકાસ કામનો (એમટીએચએલ) કયાસ લેતા સમયે તેઓ બોલી રહ્યા હતા.

એમટીએચએલની કનેક્ટિવિટી વિરાર અલીબાગ મલ્ટિમોડેલ પ્રકલ્પ માટે હશે. તેમ જ ભાઈંદર-વિરાર પુલનું કામ પણ ચાલુ છે. આ વિરાર પુલનું વિરાર અલીબાગ મલ્ટિમોડેલ પ્રકલ્પ સાથે જોડાણ હશે. આગળ આ પ્રકલ્પને કોસ્ટલ રોડ સાથે જોડવામાં આવશે. તેથી કોસ્ટલ રોડથી વરલી સુધી પ્રવાસ કરી શકાશે. એમટીએચએલ પ્રકલ્પના બીજા ભાગ એવા દ્વિતિય તબક્કામાં વરલી શિવરી તબક્કાની કનેક્ટિવિટીથી આ રિંગરૂટ પૂરો થશે. અત્યારે આ રિંગરૂટ ક્યાંય કાગળપત્રો પર નથી પણ 2030ના અંત સુધી આ રિંગરૂટ ચોક્કસ તૈયાર થશે. એમટીએચએલનો આ પ્રકલ્પ સપ્ટેમ્બર 2022 સુધી પૂરો થવો અપેક્ષિત છે. મલ્ટિમોડેલ કોરિડોરના પ્રકલ્પમાં મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળ તરફથી કામ શરૂ કરવામાં આવ્યું છે. વિરાર પુલના કામ માટે કેટલીક પરવાનગીઓ લેવામાં આવી છે અને કેટલીક પરવાનગીઓ બાકી છે એમ તેમણે જણાવ્યું હતું.

જાપાનની ટેકનોલોજીનો ઉપયોગ : ફ્લેમિંગો જેવા પક્ષીને અડચણ ન થાય એ માટે જાપાનની કંપનીની ઓર્થોટ્રોપિક ટેકનોલોજી આ સીલિન્ક માટે વાપરવામાં આવશે. કુલ 180 મીટરની ડેક વાપરીને પુલના કામ માટે ઓર્થોટ્રોપિક ટેકનોલોજી વાપરવામાં આવશે. તેથી બાન્દરા-વરલી સીલિન્ક જેવા કેબલસ્ટેડના વાયરો એના માટે વાપરવા નહીં પડે. ઉપરાંત ફ્લેમિંગો પક્ષીઓને પણ અડચણ નહીં થાય. આ 180 મીટરનો ડેક કુલ 2800 મેટ્રિક ટનનો છે. કોળી લોકોની બોટ જઈ શકે એ માટેની જગ્યા પણ આ પ્રકલ્પ દરમિયાન એક લેન પર હંગામી પુલ તૈયાર કરી આપવામાં આવ્યો છે. કોરોનાને કારણે આ પ્રકલ્પ પર અસર થઈ છે પણ પ્રકલ્પ નિયોજિત સમયમાં પૂરો થશે એવો વિશ્વાસ એમએમઆરડીએએ વ્યક્ત કર્યો છે.

ફ્લેમિંગો માટે સાઉન્ડ બેરિયર લગાવાયા છે
પર્યાવરણની દષ્ટિએ આ ભાગની જીવસૃષ્ટિ ટકી રહે એનું ધ્યાન પ્રકલ્પ નિમિત્તે રાખવામાં આવ્યું છે. એના જ ભાગ તરીકે ફ્લેમિંગો પક્ષીઓની અવરજવરને પ્રકલ્પના ફરતે અડચણ ન થાય એટલે સાઉન્ડ બેરિયર લગાડવામાં આવ્યા છે. ટાટા પાવરની જગ્યામાં વિઝન બેરિયર લગાડવામાં આવ્યા છે. શિવરીથી ન્હાવાશેવા ફક્ત 40 મિનિટમાં પ્રવાસ કરી શકાશે. મુંબઈના બાન્દરા-વરલી સીલિન્કની અત્યારની લંબાઈના ચાર ગણા જેટલો આ સીલિન્ક કુલ ચાર પેકેજમાં બાંધવામાં આવી રહ્યો છે. ભારતનો અને વિશ્વનો સૌથી લાંબો સીલિન્કનો રેકોર્ડ પણ રચાશે.

સૌથી લાંબો 21.80 કિલોમીટરનો સીલિન્ક પ્રકલ્પ
એમટીએચએલનો આ પ્રકલ્પ ભારતનો સૌથી લાંબો 21.80 કિલોમીટરનો સીલિન્ક પ્રકલ્પ હશે. આ સીલિન્કની બંને દિશામાં ચાર લેન હશે. એમાંથી બે લેન ઈમર્જન્સી લેન તરીકે કાર્યરત રહેશે. મુંબઈથી નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને આ પ્રકલ્પની કનેક્ટિવિટી હશે. કુલ 100 વર્ષની ઉંમરના આ સીલિન્ક એમએમઆરડીએ દ્વારા વિકસિત કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો