તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:સિદ્ધિવિનાયક મંદિરને 15 લાખનો ફટકો પડ્યો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉનમાં મંદિર બંધ હોવાથી ઘી વપરાયું નહીં તેથી ખરાબ થઈ ગયું

પ્રસાદના લાડુ તૈયાર કરવા માટે લાવવામાં આવેલું ઘી ખરાબ થવાને લીધે પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટને આશરે રૂ. 15 લાખનો ફટકો પડવાની શક્યતા છે. લોકડાઉનમાં મંદિર બંધ હોવાથી ઘી વપરાયું નહીં, જેને લીધે આ નુકસાન થયું છે.લોકડાઉન પૂર્વે, એટલે કે, ગયા વર્ષે માર્ચ મહિનામાં ટ્રસ્ટે 16,000 લિટર ઘી આશરે રૂ. 50 લાખમાં ઉત્તર પ્રદેશથી ખરીદી કર્યું હતું.

હવે તે ખાવાના પદાર્થ માટે ઉપયોગ યોગ્ય રહ્યું નહીં હોવાથી તેનું લિલામ કરવામાં આવશે. તેમાંથી ટ્રસ્ટને ખરીદી કિંમતના 50થી 60 ટકા રકમ મળશે એવો અંદાજ છે. ખાવા ઉપરાંત અન્ય બાબતો માટે, જેમ કે, દીવાની જ્યોત કરવી, નિરંજનમાં વાપરવું વગેરે માટે આ ઘીનો ઉપયોગ કરી શકાશે.

કોરોનાના કારણે લોકડાઉન ટૂંક સમયમાં ઉઠાવી લેવાશે એવી બધાની અપેક્ષા હતી, પરંતુ નવેમ્બરમાં લોકડાઉન ઉઠાવી લેવાયો ત્યારે ઘીની એક્સપાયરી ડેટ પૂરી થવાથી હવે ખાવા યોગ્ય રહ્યું નહીં હોવાનું અન્ન અને ઔષધ પ્રશાસને જણાવતાં વિક્રેતાઓ પણ ઘી પાછું લઈ જવા તૈયાર નહોતા. અન્ય પદાર્થ જોકે વેપારીઓ લઈ ગયા છે. આ ધ્યાનમાં લેતાં ટૂંક સમયમાં ઘીની લિલામી કરવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

સિદ્ધિવિનાયકમાં રોજ 40,000 લાડુ
સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તો ગણપતિનાં દર્શન કરવા સાથે લાડુનો પ્રસાદ પણ અચૂક લઈ જાય છે. આથી લાડુની ભરપૂર માગણી છે. એક પેકેટમાં બે લાડુ રૂ. 10માં વેચવામાં આવે છે. રોજ આશરે 40,000 લાડુ વેચાય છે. અંગારકી, સંકષ્ટિના દિવસે એક લાખ લાડુ બનાવવામાં આવે છે. લાડુ અને પ્રસાદ થાળી માટે ઘી અને અન્ય પદાર્થ મગાવવામાં આવે છે, પરંતુ લોકડાઉનને લીધે મંદિર બંધ થવાથી આ પદાર્થનો ઉપયોગ કરી શકાયો નહીં.

અન્ય સમાચારો પણ છે...