તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:સિદ્ધાર્થના પોસ્ટમોર્ટમમાં હજુ પણ ચોક્કસ તારણનીકળ્યું નથી

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃત્યુના ચોક્કસ કારણ માટે હજુ એક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે

ટેલિવિઝન અને ફિલ્મી દુનિયાનો લોકપ્રિય અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (40)ના અંતિમસંસ્કાર શુક્રવારે મુંબઈના ઓશિવરા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. ભારે વરસાદ વચ્ચે તેના શોકગ્રસ્ત પરિવારના સભ્યો, બોલીવૂડ અને ટેલીવૂડની સેલિબ્રેટીઓ, મિત્રો અને ચાહકોએ સિદ્ધાર્થને અશ્રૂભરી વિદાય આપી હતી. 2 સપ્ટેમ્બર, 2021ના રોજ સિદ્ધાર્થે અંતિમ શ્વાસ લીધા હતા. આરંભિક અહેવાલો સૂચવે છે કે તેનું મૃત્યુ હાર્ટએટેકથી થયું છે. તેમ છતાં તેમના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

સિદ્ધાર્થ શુક્લાનું પોસ્ટમોર્ટમ જુહુ સ્થિત મહાપાલિકા સંચાલિત કૂપર હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું, જ્યાં રાત્રે મૃતદેહ રાખવામાં આવ્યો હતો. હોસ્પિટલે શુક્રવારે સવારે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આપ્યો હતો. ડોક્ટરોએ તેના મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ કર્યું નહોતું. વિસેરાનું તારણ અનામત રાખવામાં આવ્યું છે. ઉપરાંત હિસ્ટોપેથોલોજિકલ રિપોર્ટ પણ આવવાનો બાકી છે, જે પછી ચોક્કસ કારણ બહાર આવશે. જોકે સિદ્ધાર્થના શરીર પર કોઈ બહારી કે આંતરિક ઘા દેખાતા નહોતા અને પરિવારજનોએ પણ કોઈ શંકા વ્યક્ત કરી નથી, એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

મુંબઇમાં જન્મેલા સિદ્ધાર્થે ટીવી તથા બોલીવૂડ જગતમાં સારી નામના મેળવી હતી. સિદ્ધાર્થ શુક્લાએ બુધવારે રાત્રે સૂવા પહેલાં થોડી દવાઓ લીધી હતી. ત્યાર બાદ તે સવારે ઊઠ્યો નહોતો. ડોક્ટરોએ એક રિપોર્ટમાં હાર્ટએટેકથી તેના મૃત્યુની પુષ્ટિ કરી છે ત્યારે બીજી બાબત એ સામે આવી છે કે સિદ્ધાર્થ બુધવારે રાત્રે ફ્લેટ પર પહોંચ્યો હતો ત્યારે તેની બીએમડબ્લ્યુ કારની પાછળની બારી તૂટેલી હતી. કૂપર હોસ્પિટલે શુક્રવારે સિદ્ધાર્થનો મૃતદેહ પરિવારને સોંપ્યો હતો. સિદ્ધાર્થ શુક્લાનો પાર્થિવદેહ કૂપર હોસ્પિટલથી જ ઓશિવરા સ્મશાનઘાટ લઈ જવામાં આવ્યો હતો.

અહીં બ્રહ્માકુમારી સાથે જોડાયેલા 4 લોકોએ પોતાના રીતરિવાજ પ્રમાણે અંતિમસંસ્કાર કર્યા હતા. સિદ્ધાર્થ શુક્લાની માતા રીટા શુક્લાએ મુખાગ્નિ આપ્યો હતો. આ સમયે દરેકની આંખો ભીની થઈ હતી. ઉલ્લેખનીય છે કે આ જ સ્મશાનમાં ‘બાલિકા વધુ’ ફેમ પ્રત્યુશા બેનર્જીના પણ અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.ટેલિવિઝન અને ફિલ્મ ઉદ્યોગની ઘણી હસ્તીઓ સિદ્ધાર્થ શુક્લાના નિવાસસ્થાને અને બાદમાં ઓશિવરા સ્મશાનગૃહ ખાતે શોક વ્યક્ત કરવા પહોંચી હતી. નજીકના મિત્રવર્તુળમાં શેહનાઝ ગિલ સાથે તેના ભાઈ શાહબાઝ પણ હતા઼ અને શેહનાઝ સંપૂર્ણપણે ભાંગી પડેલી દેખાતી હતી.

અન્ય સમાચારો પણ છે...