તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેન્દ્ર અને રાજ્ય સરકારને આપવામાં આવેલ વિવિધ આવેદનપત્રો દ્વારા નાના અને મધ્યમ ઉદ્યોગો અને વેપારીઓ, દુકાનદારો માટે રાહત પેકેજની માગણી કરવામાં આવી હતી જેમાંની મુખ્ય માગણીઓને સ્વીકારતાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીથારામન જી અને રાજ્ય નાણાં મંત્રી અનુરાગ બાસુ દ્વારા ઇકોનોમિક રિલીફ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેનું અમે સ્વાગત કરીએ છીએ, એમ ચેમ્બર ઓફ એસોસિયેશન્સ ઓફ મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડે (સીએએમઆઈટી) જણાવ્યું હતું.
સરકારે વેપાર જગતને લોન આપીને મદદની પહેલ કરી
વેપાર જગતને આ મુશ્કેલ સમયમાં એક સહારો મળશે. એસએમઈ અને એમએસએમઈની પરિવ્યાખ્યા ટર્નઓવર પ્રમાણે બદલવાથી નાના વેપારીઓ અને દુકાનદારોને તેના સીધા લાભ મળશે. લિક્વિડિટી માટે ૩લાખ કરોડના પેકેજથી બજારમાં પૈસાની ઉપલબ્ધતા વધશે અને તેનાથી વેપારધંધા અને રોજગાર ફડચામાં જતાં બચી જશે અને એમાં પ્રાણ ફૂંકાશે.એનપીએ અને સ્ટ્રેસ્ડ એમએસએમઈને પણ લોનમાં આવરી લેવાથી લગભગ 2 લાખ માંદા સૂક્ષ્મ ઉદ્યોગો પણ લોન લેવાને પાત્ર બનતાં તેમને એક જીવતદાન મળશે છે, ચેમ્બરના ચેરમેન મોહન ગુરનાની, પ્રેસિડેન્ટ દિપેન અગ્રવાલ, સિનિયર વીપી હમંત પારેખે જણાવ્યું હતું.200 કરોડ અથવા એનાથી ઓછા સરકારી ટેન્ડર અને વૈશ્વિક ટેન્ડર તરીકે ગણાતી ભારતીય કંપનીઓને આનો લાભ મળશે. સરકારે વેપાર જગતને લોન આપીને મદદની પહેલ કરી છે. કોઈ પણ વ્યાજ, પગાર કે ટેક્સ જતાં નથી કર્યા. આગળ જતાં એ લોનનું વ્યાજ ભરપાઈ થઈ શકે એવી બજાર અને અર્થવ્યવસ્થા ટકી રહે તે જોવાનું સરકારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અન્યથા વરસ બે વરસમાં પાછી આર્થિક કટોકટી આવશે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.