• Gujarati News
  • Local
  • Mumbai
  • Showing SRA At Fivestar Space In Bandra, Scams Worth Crores, Govt Can't Pay Rehabilitation Center

આરોપ:બાંદરામાં ફાઈવસ્ટાર જગ્યા પર SRA બતાવી કરોડોનો ગોટાળો, પુનર્વસન કેન્દ્ર નહીં બની શકતાં સરકારે બધી મજૂરી આપી દીધી

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાંદરા પશ્ચિમ બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં તાજ હોટેલની બાજુમાં સરકારી માલિકીની જગ્યા બિલ્ડરને તાસક પર ધરી આપીને રૂ. 3000 કરોડનો ગોટાળો કરવામાં આવ્યો છે. ખાસ કરીને આ ફાઈવસ્ટાર જગ્યા પર એસઆરએ યોજના બતાવીને એસઆરએ યોજનાના લાભ અને એફએસઆઈ બિલ્ડરને આપવામાં હિલચાલ ચાલી રહી છે એવો ગંભીર આરોપ ભાજપના વિધાનસભ્ય આશિષ શેલારે મંગળવારે કર્યો હતો. આઘાડી સરકાર ઠગ્ઝ ઓફ મહારાષ્ટ્ર છે એવો ટોણો પણ તેમણે માર્યો હતો.

અગાઉ 5 મેએ શેલારે આરોપ કર્યો હતો કે આ રૂ. 1000 કરોડનો ગોટાળો છે. તે પછી ઉપનગર જિલ્લાધિકારીએ આવો કોઈ ગોટાળો થયો નથી એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી. તે વિશે શેલારે જણાવ્યું કે યોગ્ય સમયે તેનો જવાબ આપીશ.આ વિશે વિગત આપતાં તેમણે જણાવ્યું કે બાંદરા પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં બેન્ડ સ્ટેન્ડ વિસ્તારમાં તાજ હોટેલની બાજુમાં 1 એકર 5 ગૂંઠા જગ્યા 1905થી ધ બાંદરા પારસી કોન્વલેસન્ટ હોમ ફોર વુમન એન્ડ ચિલ્ડ્રન ચેરિટેબલ ટ્રસ્ટને ભાડાપટ્ટા પર આફવામાં આવી હતી. બીમાર દર્દીઓને સાજા કરવા માટે આ અનામત જગ્યા ટ્રસ્ટને આપી હતી.

આ ટ્રસ્ટે તેકામ માટે જગ્યાનો ઉપયોગ કર્યો નહીં. આ જગ્યાના ભાડાપટ્ટા કરાર 1980માં પૂર્ણ થયા. મહાપાલિકાએ 2034ના ડેવલપમેન્ટ પ્લાનમાં આ જગ્યાનું આરક્ષણ પુનર્વસન કેન્દ્ર તરીકે છે. આ ટ્રસ્ટના ભાડાપટ્ટા કરાર પૂરા થવાને લીધે આ જગ્યા સરકારના કબજામાં આવવાની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે 2020માં આ જગ્યા વેચવાની જાહેરાત આપવામાં આવી. આ પછી 2022 સુધી સરકારે આ જગ્યા વેચવાની બધી પરવાનગીઓ આપી દીધી.

જગ્યા વિશે ખુલાસો
આ જગ્યા વિશે નવો ખુલાસો કરતાં શેલારે જણાવ્યું કે અહીં 168 કાયમી ટ્રાન્ઝિટ કેમ્પનાં ઘરો બાંધી આપીશું એવું બતાવીને આ ખુલ્લી જગ્યા પર એસઆરએ યોજનાનો અમલ કરવાની પરવાનગી સરકારે આપી હતી. આમ, ટ્રાન્ઝિટ કેમ્પને નામે બિલ્ડરને એસઆરએ યોજનાનો ફાયદો આપવામાં આવવાનો છે.

રૂ. 234 કરોડની જગ્યા રૂ. 28 કરોડમાં
આ જગ્યા ઓપન પ્લોટ તરીકે વિકસિત કરવામાં આવે તો બિલ્ડરને 1 લાખ 90 હજાર ચોરસફૂટ જગ્યા વેચાણ માટે મળવાની હતી. જોકે આ જગ્યા પર એસઆરએ બતાવીને 33 (11) અંતર્ગત વિકાસ કરવામાં બિલ્ડરને 3 લાખ ચોરસફૂટ જગ્યા વેચવા માટે મળવાની છે. આ જગ્યા ઓપન પ્લોટ તરીકે વિકસિત કરાય તો 2 એફએસઆઈ મળ્યો હોત, પરંતુ એસઆરએ યોજના બતાવવાને લીધે હવે 4 એફએસઆઈ બિલ્ડરને મળશે. સરકાર દ્વારા આ રીતે 4 એફએસઆઈની ખેરાત અને માલિકી હકથી જગ્યા બિલ્ડરને આપવાને લીધે 42 માળના ટાવર આ જગ્યા પર ઊભા રહેશે. આને કારણે બિલ્ડરને આશરે રૂ. 3000 કરોડનો ફાયદો મળશે. આ સામે રૂ. 234 કરોડની જગ્યા બિલ્ડર રૂ. 28 કરોડ સરકારને ભરીને માલિકી હક મેળવશે. આથી આ સંપૂર્ણ ઘટનાની ઊંડાણથી તપાસ થવી જોઈએ, એવી માગણી તેમણે કરી છે.

જગ્યા પરની ઐતિહાસિક વાસ્તુ તોડી
વાસ્તવમાં આ જગ્યા પર ઐતિહાસિક દરજ્જો ધરાવતી વાસ્તુ હતી તે તોડીને અને તે બાબતે કોઈ પણ પરવાનગી નહીં લેતાં આ જગ્યા રુસ્તમજી બિલ્ડરને તાસક પર ધરી અપાઈ છે. આ રીતે જ થોડાં વર્ષ પૂર્વે ઐતિહાસિક વાસ્તુનો દરજ્જો ધરાવતી ક્રાફર્ડ માર્કેટની જગ્યા બિલ્ડરને તાસક પર ધરી દેવાતાં અમે વિરોધ કર્યો હતો, જે પછી તે જગ્યા બચી હતી. આવો જ ગોટાળો હવે બાંદરામાં થઈ રહ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...