મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેના ભાષણને કારણે હિન્દુત્વનો મુદ્દો સામે આવ્યો હોવાની ચર્ચા છે, તેમ છતાં ભાજપ લાંબા સમયથી હિન્દુત્વનો મુદ્દો ઉઠાવી રહી છે. હિંદુત્વ એ ભાજપના પ્રાણ છે, એમ ભારપૂર્વક ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે બુધવારે કોલ્હાપુર ખાતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું.
રાજ ઠાકરે હિન્દુત્વના મુદ્દા ઉઠાવી રહ્યા છે. જોકે ભાજપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસેથી પ્રેરણા લઈ શરૂઆતથી જ હિંદુત્વના આ મુદ્દાઓને ઉઠાવતો આવ્યો છે. ભાજપ શરૂઆતથી જ રામ મંદિર, સમાન નાગરિક સંહિતા, કાશ્મીરને સ્વતંત્ર દરજ્જો આપતી કલમ 370ને રદ કરવી, નાગરિકતા કાયદામાં સુધારો જેવા મુદ્દા ઉઠાવી રહ્યો છે. હિન્દુત્વ એ ભાજપનો શ્વાસ છે.
મુસ્લિમોએ ચોક્કસપણે મસ્જિદમાં પ્રાર્થના કરવી જોઈએ પરંતુ તે અજાન મસ્જિદ સુધી મર્યાદિત હોવી જોઈએ. હિંદુત્વ એ મુસ્લિમો પર હુમલો નથી પરંતુ તે જ સમયે તેમની ચાપલૂસી પણ નથી. મસ્જિદમાં જવાનો કે નમાજ પઢવાનો કોઈ વિરોધ કરતું નથી. પરંતુ પોતાના ધર્મનું સન્માન કરતી વખતે બીજાના ધર્મનું સન્માન કરવું જોઈએ. અન્ય પર ધર્મ થોપવાની જરૂર નથી એમ પાટીલે જણાવ્યું હતું. એક પ્રશ્નને ઉત્તરમાં પાટીલે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે ભાજપના હિંદુત્વ વિશે શું કહે છે તે મહત્વનું નથી પરંતુ સામાન્ય માણસ શું કહે છે તે મહત્વનું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપે આ દેશમાં હિન્દુત્વના રક્ષણ માટે શું કર્યું છે તે સામાન્ય માણસ જાણે છે.
પાટીલે કહ્યું કે કાશ્મીરમાં ચૂંટણી શક્ય નથી અને લોકતાંત્રિક પ્રક્રિયા ચાલુ રહી શકે નહીં તેવું વાતાવરણ દહેશતવાદીઓએ નિર્માણ કર્યું હોવા સમયે કેન્દ્ર સરકારે ત્યાં ચૂંટણીઓ લીધી. ચૂંટણી પછી તેમણે લોકતાંત્રિક પ્રક્રિયાને ટકાવી રાખવા માટે ઉપલબ્ધ વિકલ્પોને ધ્યાનમાં લઈને મહેબૂબા મુફ્તી સાથે સરકાર બનાવી. જોકે, મહેબૂબા મુફ્તીનું નેતૃત્વ પાકિસ્તાન તરફી હોવાનું સ્પષ્ટ થતાં જ ભાજપ ગઠબંધન સરકારમાંથી ખસી ગઈ હતી. તેમણે સવાલ કર્યો કે જો કોંગ્રેસ પાર્ટીના મુખપત્રમાં સ્વાતંત્ર્યવીર સાવરકરની નિંદા કરવામાં આવે તો શિવસેના આઘાડી સરકાર છોડવાની હિંમત કેમ નથી કરતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.