હુમલો:બરતરફ પોલીસ અધિકારી દ્વારા DySP પર ગોળીબાર

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપ કરનારી મહિલાને ધમકાવવા આવ્યો હતો

અહમદનગરમાં બરતરફ પોલીસ અધિકારીએ ડીવાયએસપી પર ગોળીબાર કર્યો હતો. રાહુરી તાલુકામાં આ આંચકાજનક ઘટના બની હતી. આ ગોળીબારમાં ડીવાયએસપી સંદીપ મિટકે સદનસીબે બચી ગયા હતા. બરતરફ અધિકારી સુનીલ લોખંડે અને મિટકે વચ્ચે ઝપાઝપી દરમિયાન આ ગોળીબાર થયો હતો.

ગોળીબાર કરનારો પુણેનો બરતરફ પોલીસ અધિકારી સુનીલ લોખંડેને કબજામાં લેવામાં આવ્યો છે. આરોપ કરનારી એક મહિલાને ધમકાવવા માટે લોખંડે આવ્યો હતો. આ અંગે પોલીસને અગાઉથી માહિતી મળી હતી. આથી પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.લોખંડે પુણે પોલીસ દળમાં એપીઆઈ તરીકે ફરજ બજાવતો હતો. જોકે તેની વિરુદ્ધ એક મહિલાએ ફરિયાદ કરી હતી. આ સંબંધ લોખંડે સામે નગર જિલ્લાના રાહુરી ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાથી રોષે ભરાયેલા લોખંડેએ મહિલાને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.

લોખંડે વિરુદ્ધ રાહુરી તાલુકાની મહિલાની ફરિયાદ પરથી રાહુલ પોલીસ સ્ટેશનમાં કલમ ૩૭૬ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનો દાખલ કર્યા પછી આ સંબંધમાં પીડિતાને જવાબ આપશે તો તારી મુશ્કેલી વધશે એવી ધમકી લોખંડેએ આપી હતી. આને કારણે ગુરુવારે સવારે લોખંડે મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો. આટલું જ નહીં, રિવોલ્વરથી પીડિતા અને તેના બે બાળકોને ધમકાવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...