આદેશ:હવે હેલમેટ ન વાપરતા ટુ-વ્હીલર ચાલકોનું શોર્ટ ફિલ્મથી કાઉન્સેલિંગ

મુંબઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દંડ લેવા સાથે 2 લેટર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ લેવામાં આવશે

હેલમેટ ન વાપરતા ટુવ્હીલર ચાલક પાસેથી દંડ લેવા સાથે લેટર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ લેવામાં આવશે. તેમ જ તેમના આરટીઓમાં બોલાવીને શોર્ટ ફિલ્મ દ્વારા તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. આ બાબતનો આદેશ પરિવહન વિભાગના સહપોલીસ આયુક્ત રાજવર્ધન સિંહાએ આપ્યો છે. હેલમેટ ન વાપરતા ટુવ્હીલર ચલાવવું ગુનો છે. આવા વાહનાચાલકો પાસેથી દંડ લેવામાં આવે છે. હવે એની સાથે લેટર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ લેવાનું અને કાઉન્સેલિંગ પણ શરૂ કરવામાં આવશે. બે પ્રકારના લેટર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ભરવાના રહેશે. પહેલો લેટર અ તેમને પકડવામાં આવે ત્યારે તત્કાળ ભરવાનો રહેશે.

એમાં ટુવ્હીલરનો લાયસંસ નંબર, વાહન નંબર, નામ જેવી માહિતી સાથે કાઉન્સેલિંગ માટે ક્યારે ઉપસ્થિત રહેવું એની લેખિત માહિતી આ લેટરમાં આપવામાં આવશે. એ પછી ટુવ્હીલરચાલકને પરિવહન વિભાગના કાર્યાલયમાં બોલાવીને તેમનું કાઉન્સેલિંગ થયા બાદ તેમની પાસેથી લેટર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ બ લઈને એના પર તેની સહી લેવામાં આવશે.

એક મહિનામાં 75 હજાર કાર્યવાહી
છેલ્લા એક મહિનામાં પરિવહન પોલીસે હેલમેટ ન વાપરતા ચાલકો પર કાર્યવાહીમાં વધારો કર્યો છે. 75 હજાર જેટલા ચાલકો પર કાર્યવાહી કરવામાં આવ્યાની માહિતી ઉપાયુક્ત (મુખ્યાલય, પરિવહન) રાજતિલક રોશને આપી હતી. આવા ચાલકોને દંડ કરવામાં આવ્યો છે. એમાંથી મોટા ભાગના ચાલકોના લાયસંસ સસપેન્ડ કરવા અરજી કરવામાં આવશે. દંડ, લાયસંસ સસપેન્શનની ભલામણ અને કાઉન્સેલિંગ એમ ત્રણ જુદી જુદી કાર્યવાહી હેલમેટ વિના ચુવ્હીલર ચલાવતા ચાલકો પર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...