તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની અસર:સ્થાનિક પ્રશાસનનાં નિયંત્રણોને લીધે શોપિંગ મોલ્સનો ધંધો ઠપ

મુંબઈ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોલ્સની જેમ ખુલ્લી બજારો અને ટ્રેનોમાં નિયમોનું પાલન થતું નથી

લોકડાઉનને લીધે માઠી અસર ભોગવનારાં શોપિંગ સેન્ટરો, રિટેઈલ, મલ્ટીપ્લેક્સ, એન્ટરટેઈનમેન્ટ અને એફએન્ડબી ઉદ્યોગના ધંધા મહારાષ્ટ્રમાં સ્થાનિક પ્રશાસનનાં નિયંત્રણોને લીધે સાવ ઠપ થઈ ગયાં છે. મોલ્સમાં પ્રવેશ કરવા પૂર્વે એન્ટીજન ટેસ્ટિંગ અથવા નેગેટિવ આરટી- પીસીઆર કરિપોર્ટ જેવાં હાલમાં લાદવામાં આવેલાં નિયંત્રણો અને રાત્રે જમાવબંધીને લીધે આ ક્ષેત્રને ઊભરી આવવામાં મુશ્કેલી પડી રહી છે, એમ શોપિંગ સેન્ટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (એસસીએઆઈ) દ્વારા મહારાષ્ટ્ર સરકારને જાણ કરવામાં આવી છે.

હાઈ સ્ટ્રીટ્સ અને અન્ય જાહેર સ્થળોની તુલનામાં શોપિંગ મોલ્સમાં કુલ ફ્લોટિંગ વસતિ 1 ટકાથી પણ ઓછી છે. આવા સંજોગોમાં સરકારે હાલમાં લીધેલાં પગલાંથી ગ્રાહકોના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી છે. ટ્રેનો અને સ્થાનિક બજારોમાં વધુ ગિરદી હોવા છતાં તેમને વધુ સમય ચલાવવાની પરવાનગી છે, જ્યારે રિટેઈલ અને રેસ્ટોરાંમાં મર્યાદિત લોકો આવતા હોવા છતાં તેમની પર વધુ નિયંત્રણ લાદવામાં આવ્યા છે, જે અમારી પર અન્યાય સમાન છે.

મોલ્સમાં સરકાર દ્વારા સૂચિત દરેક નિયમોનું પાલન કરવામાં આવે છે. મુલાકાતીઓ કોવિડ યોગ્ય વર્તન કરે તેનું ધ્યાન રાખવામાં આવે છે. વાસ્તવમાં મુંબઈમાં બધા મોટા મોલ્સે રેપિડ એન્ટીજન ટેસ્ટ્સ હાથ ધરવાની પહેલ અપનાવી છે અને સરકારને આ પહેલમાં ટેકો આપવા માગે છે. આમ છતાં તેમને જ લક્ષ્ય બનાવવામાં આવી રહ્યા છે.સરકારે તુરંત શોપિંગ સેન્ટરો અને મોલ્સને સામાન્ય મુજબ ચાલવા દેવા વિચાર કરવો જોઈએ. મહામારીની બીજી લહેર સામે લડવા સરકારના પ્રયાસોને મજબૂત બનાવવા અમે દરેક પગલાં લેવા તૈયાર છીએ.

રસીકરણમાં સહાય કરવા તૈયાર
અમે રાજ્યભરના મોલ્સ ખાતે રસીકરણ શિબિરો સ્થાપીને રસીકરણ ઝુંબેશને વધુ વ્યાપક બનાવવા માટે મહારાષ્ટ્ર સરકારના પ્રયાસમાં ટેકો આપવા તૈયાર છીએ. મોલ્સ ભરપૂર પાર્કિંગની જગ્યા, ટ્રેનિંગ રૂમ વગેરે સાથે જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો હિસ્સો છે અને રસીકરણ જેવી કવાયત હાથ ધરવા માટે સરકારને આદર્શ સુરક્ષિત વાતાવરણ પૂરું પાડી શકે છે તેનો પણ વિચાર કરવો જોઈએ, એમ પ્રવક્તાએ સરકારને લખેલા પત્રમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો