ગોટાળો:મહાપાલિકા પ્રશાસન સાથે શિવસેનાનો 100 કરોડનો ગોટાળો

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપે ટ્રેચિંગનાં ટેન્ડરોમાં ગોટાળાનો આરોપ કર્યો

ભાજપે શિવસેના પર ટ્રેચિંગનાં ટેન્ડરોમાં ગોટાળાનો આરોપ કર્યો છે. શિવસેનાએ મહાપાલિકા પ્રશાસન સાથે સાઠગાંઠ કરીને રૂ. 100 કરોડનો ગોટાળો કર્યો છે. આથી આ ટેન્ડર તુરંત રદ કરીને તેની તપાસ કરવામાં આવે એવી માગણી ભાજપના વિધાનસભ્ય મિહિર કોટેચાએ કર્યો છે.કોટેચાએ શનિવારે તપાસની માગણી કરી હતી. આ સમયે મહાપાલિકામાં ભાજપના જૂથ નેતા પ્રભાકર શિંદે, પ્રદેશ પ્રવક્તા અને નગરસેવક ભાલચંદ્ર શિરસાટ, પક્ષ નેતા વિનોદ મિશ્રા, પ્રવીણ છેડા વગેરે હાજર હતા.

મહાપાલિકામાં પક્ષ નેતા વિનોદ મિશ્રાએ કમિશનર ઈકબાલ સિંહ ચહલને 28 ઓક્ટોબરના રોજ પત્ર લખીને ટ્રેચિંગનાં ટેન્ડરોમાં સત્તાધારી શિવસેનાની મદદથી અમુક ઠેકેદારો સાઠગાંઠથી ગોટાળા કરશે અને આ ટેન્ડરોના નિયમો અને શરતો બદલવામાં આવશે એવી માહિતી આપી હતી.17 નવેમ્બરે પણ મિશ્રાએ કમિશનરને ફરીથી પત્ર લખીને ટેન્ડર પ્રક્રિયામાં સંભવિત ગોટાળાની પૂર્વસૂચના આપી હતી. ઠેકેદારો પાસેથી આપસમાં સાઠગાંઠ કરીને કયા દરે ટેન્ડર ભરવામાં આવશે તેનો ઉલ્લેખ પણ પત્રમાં કરવામાં આવ્યો હતો.

18 નવેમ્બરે ટેન્ડર સૂચના પ્રસિદ્ધ થયા પછી મિશ્રાએ કમિશનરને આપેલી માહિતી સાચી હતી તે સિદ્ધ થયું છે, એમ કોટેચાએ દાવો કર્યો હતો.મિશ્રાએ કમિશનરને પત્ર મોકલવા છતાં મહાપાલિકા પ્રશાસને ટેન્ડરમાં ગોટાળા નહીં થાયતે માટેની પ્રતિબંધાત્મક નોંધ લીધી નહીં. 26 ઓગસ્ટના રોજ ટ્રેન્ચિંગનાં આ જ કામનાં ટેન્ડર પ્રસિદ્ધ થયાં હતાં. તે સમયે પાંચ ઠેકેદારોએ આ ટેન્ડરમાં રૂ. 380 કરોડની બોલી રજૂ કરી હતી. જોકે 18 નવેમ્બરના રોજ રૂ. 569 કરોડનાં ટેન્ડર પ્રસિદ્ધ થયાં છે.

ડીજે માલિકે સોપારી લીધી
એક ડીજે માલિકે આ ટેન્ડર માટે રૂ. 100 કરોડની સોપારી લીધી હોવાનો આરોપ વિનોદ મિશ્રાએ કર્યો હતો. આ ટેન્ડર ભરનારા ઠેકેદારો પર મહાપાલિકાની છેતરપિંડી કરવા માટે એફઆઈઆર દાખલ કરવી જોઈએ અને આ ઠેકેદારોના મોબાઈલ પરના સંવાદ, વ્હોટ્સએપ ચેટ અને આ લોકોની વિલે પાર્લેની હોટેલમાં થયેલી બેઠકોનું સીસીટીવી વિડિયો ફૂટેજ રજૂ કરવાની માગણી તેમણે કરી છે.

અન્ય સમાચારો પણ છે...