પ્રચારની શરૂઆત:શિવસેના અયોધ્યામાં યોગી વિરુદ્ધ ઉમેદવાર ઊભો રાખશે

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
આદિત્યનાથ - Divya Bhaskar
આદિત્યનાથ
  • મથુરાથી પ્રચારની શરૂઆત કરવામાં આવશે

ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યામાંથી ચૂંટણીમાં ઊભા રહેશે એવી ચર્ચા થઈ રહી છે. શિવસેના પણ પોતાનો ઉમેદવાર અયોધ્યામાં ઊભો રાખશે અને મથુરાથી પ્રચારની શરૂઆત કરશે એમ શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે જણાવ્યું હતું. ઉતરપ્રદેશમાં 50 થી 100 સીટ પર લડવાનો વિચાર છે. શિવસેનાને ઉતરપ્રદેશમાં પોતાનું અસ્તિત્વ દેખાડવું છે.

સંજય રાઉત
સંજય રાઉત

મને ખાતરી છે કે અમે જે પદ્ધતિથી લડવાનું નક્કી કર્યું છે એના કારણે અમારા સભ્ય ઉતરપ્રદેશ વિધાનસભામાં જશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. અયોધ્યામાં મંદિર માટે મોટો સંઘર્ષ કર્યો છે. અમે એ વાતને ઉતેજન આપ્યું. એનું શ્રેય બીજા કોઈએ લેવું નહીં. અયોધ્યા, મથુરામાં અમે ચૂંટણી લડશું. હું બેચાર દિવસમાં મથુરા જઈશ એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

કોંગ્રેસને ફટકો પડશે
અમે કોંગ્રેસને જણાવ્યું કે ગોવામાં 40માંથી 30 સીટ પર તમે લડો અને 10 સીટ અમને, રાષ્ટ્રવાદી અને ગોવા ફોરવર્ડ પાર્ટીને ભેગી મળીને આપો. અમે ગોવામાં કોંગ્રેસે ક્યારેય ન જીતેલી સીટ માગી હતી. જમીન પરની પરિસ્થિતિ જુદી છે. સાથે લડશું નહીં તો કોંગ્રેસને સિંગલ ડિજિટ સીટ પણ નહીં મળે એવું વાતાવરણ છે. તેથી અમારા જેવા કેટલાક મુખ્ય પક્ષ કોંગ્રેસને ટેકો આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ ગોવાના સ્થાનિક નેતાઓને ઘણો આત્મવશ્વાસ છે એમ રાઉતે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...