નીવેદન:શિવસેના પ્રમુખે દાદાગીરીનો જવાબ આપતાં શીખવ્યું છે;ઉદ્ધવ ઠાકરે CM

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હનુમાન ચાલીસા, હિંદુત્વને મુદ્દે ભાજપ, રાજ ઠાકરેને આડે હાથ લીધા

માતોશ્રી પર જઈને હનુમાન ચાલીસાનું પઠન કરીને જ રહીશું, એવો પડકાર સાંસદ નવનીત રાણા અને વિધાનસભ્ય રવિ રાણાએ આપ્યા પછી સર્જાયેલા વાદવિવાદ અંગે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાણા દંપતી, ભાજપ અને રાજ ઠાકરેને ઠાકરી ભાષામાં આડેહાથ લીધા હતા. શિવસેના પ્રમુખ હતા ત્યારે માતોશ્રી પર સાધુ સંત કહીને આવતા હતા, પરંતુ જો દાદાગીરી કરીને કોઈ આવશે તો અમને તે દાદાગીરીનો જવાબ કઈ રીતે આપવાનો તે શિવસેના પ્રમુખે શીખવ્યું છે, એવો ઈશારો ઉદ્ધવ ઠાકરેએ સોમવારે આપ્યો હતો.

બૃહદમુંબઈ વિદ્યુત પુરવઠા અને પરિવહન ઉપક્રમ બેસ્ટના નેશનલ કોમન મોબિલિટી કાર્ડનું ઉદઘાટન ઠાકરેને હસ્તે સોમવારે થયું. આ સમયે તેમણે હનુમાન ચાલીસા પરથી ચાલતા વિવાદ અને ભાજપના હિંદુત્વના મુદ્દા પરથી ભૂમિકા રજૂ કરી હતી. તમારા ઘરે હનુમાન ચાલીસાનું પઠન કરવાની સંસ્કૃતિ નહીં હોય અથવા પદ્ધતિ નહીં હોય તો અમારા ઘરે આવો, પઠન કરવાનું હોય તો જરૂર પઠન કરો, પરંતુ તેની એક પદ્ધતિ હોય છે. સાધુ સંત ઘરે આવે તે જ દિવાળી દશેરા.

શિવસેના પ્રમુખ હતા ત્યારે અમારા ઘરે સાધુ સંત કહીને આવતા, પરંતુ જો દાદાગીરી કરીને આવશો તો અમને દાદાગીરી કઈ રીતે તોડવી તે શિવસેના પ્રમુખે શીખવ્યું છે.શિવસેનાએ હિંદુત્વ છોડી દીધું છે એવું તેઓ કહી રહ્યા છે. શિવસેનાએ હિંદુત્વ છોડ્યું કહેવા માટે શું આ ધોતિયું છે કે પહેર્યું અને કાઢી નાખ્યું. જેઓ અમારી પર હિંદુત્વ છોડ્યાની ટીકા કરી રહ્યા છે તેમણે હિંદુત્વ માટે શું કર્યું એવો પ્રશ્ન પૂછીને બાબરી પાડી ત્યારે તમે દરમાં છુપાઈને બેઠા હતા એવો હલ્લાબોલ પણ કર્યો હતો.

અમારું હિંદુત્વ ગદાધારી
આ સાથે હનુમાન ચાલીસા પરથી મનસે પ્રમુખ રાજ ઠાકરે છેલ્લા થોડા દિવસથી જે બોલી રહ્યા છે તેના પણ સમાચાર લીધા હતા. તાજેતરમાં સભાઓ લેવાનું ઘેલું લાગ્યું છે. હું પણ ટૂંક સમયમાં જ એક સભા લેવાનો છું. એક વાર આ બધાનો નિકાલ લાવી દેવાનો છે. હાલમાં નવ હિંદુ અને તકલાદી નકલી હિંદુત્વવાદી આવી ગયા છે. તમારું શર્ટ મારા શર્ટ કરતા ભગવું કઈ રીતે એવું કહેનારાના આ સભામાં સમાચાર લેવાનો છું, એમ તેમણે રાજ ઠાકરેને સંભળાવતાં જણાવ્યું હતું. મને મંદિરમાં ઘંટારવ કરનારા હિંદુ નથી જોઈતા, સીમા પર આતંકવાદીઓને ઠાર કરનારા હિંદુ જોઈએ છે. અમારું હિંદુત્વ ગદાધારી છે. તમારા જેવું ઘંટાધારી નથી, એવી ટીકા પણ તેમણે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...