તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહત્ત્વપૂર્ણ વિધાન:રાજ્યની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના- રાષ્ટ્રવાદી એકત્ર

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાવિકાસ આઘાડીની સરકાર આગામી પાંચ વર્ષ ટકશેઃ શરદ પવારનું મહત્ત્વપૂર્ણ વિધાન

રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકાર સ્થાપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારે શિવસેના અને આપણે એકત્ર કામ કરી શકીએ એવું કોઈ માનતું નહોતું છતાં આપણે રાજ્યને અલગ વિચારોની સરકાર આપી હોઈ આગામી પાંચ વર્ષ સરકાર ટકશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રવાદીના 22મા સ્થાપના દિવસ નિમિત્તે તેઓ બોલતા હતા.આપણે રાજ્યને અલગ વિચારોની સરકાર આપી. શિવસેના અને આપણે એકત્ર કામ કરી શકીએ એવું કોઈ માનતું નહોતું, પરંતુ આપણે લોકોને વિકલ્પ આપ્યો અને તેમણે તે સ્વીકાર્યો છે. ત્રણેય પક્ષોએ યોગ્ય પગલાં લીધાં અને આજે આ આઘાડી સરકાર સારી રીતે કામ કરી રહી છે, એમ વખાણ કરતાં પવારે જણાવ્યું હતું.

સરકાર સ્થપાયા પછી કેટલા દિવસ ટકશે એવી ચર્ચા હતી એવી યાદ કરાવી આપતાં પવારે જણાવ્યું કે આ સરકાર ટકશે અને પાંચ વર્ષ સુધી ટકી રહેશે.બાળાસાહેબ ઈન્દિરાની વહારે આવ્યા હતા : વડા પ્રધાન અને મુખ્ય મંત્રીએ સ્વતંત્ર બેસીને ચર્ચા કરી એટલે તુરંત અલગ અલગ શંકાઓ કરવામાં આવી. શિવસેના સાથે આપણે ક્યારેય કામ કર્યું નહોતું પણ મહારાષ્ટ્ર શિવસેનાને પણ કેટલાંય વર્ષોથી જોઈ રહ્યો છે. મારા આ સંબંધનો અનુભવ વિશ્વાસ ધરાવનારો છે. જનતા પક્ષનું રાજ આવ્યું તે પછીના સમયગાળામાં ચૂંટણીઓમાં સર્વત્ર કોંગ્રેસની હાર થઈ તે છતાં કોંગ્રેસને એક રાજકીય પક્ષ ટેકો આપવા માટે આગળ આવ્યો અને તે શિવસેના છે.

શિવસેના ફક્ત આગળ આવી નહીં પરંતુ ઈન્દિરા ગાંધીને મદદ કરવા માટે શિવસેનાએ એકેય ઉમેદવાર વિધાનસભાના ચૂંટણીમાં ઊભો નહીં રહેશે એવો નિર્ણય લીધો હતો. પક્ષનો નેતા આવો નિર્ણય લે છે તેનો તમે વિચાર કરો. જોકે તેની ચિંતા ક્યારેય બાળાસાહેબે કરી નહોતી. તેમણે ઈન્દિરા ગાંધીને આપેલો શબ્દ ચૂંટણી નહીં લડીને પાળ્યો હતો.

આથી કોઈ ગમે તે શંકા કરે તો પણ શિવસેનાએ જે રીતે તે સમયે મક્કમતાથી ભૂમિકા લીધી હતી તે જ ભૂમિકા છોડવા સંબંધે કોઈ કહેતું હોય તો તેવું નહીં થાય, એમ પવારે જણાવ્યું હતું.આ સરકાર ટકશે અને પાંચ વર્ષ કામ કરશે. ઉપરાંત લોકસભા અને વિધાનસભા એકત્રિત લડીને સામાન્ય જનતાનું દેશમાં અને રાજ્યમાં પ્રતિનિધિત્વ કરવાનું કામ કરશે એમાં શંકાને કોઈ સ્થાન નથી, એમ પણ પવારે જણાવ્યું હતું.​​​​​​​

નતાનો વિશ્વાસ સંપાદન કરવા સફળ
દેશમાં અનેકોએ અનેક પક્ષ કાઢ્યા. 1977માં જનતા પાર્ટીનો પ્રયોગ થયો પણ બે વર્ષમાં તે નિષ્ફળ નીવડ્યો. આવા અનેક પક્ષ આવ્યા. પણ રાષ્ટ્રવાદીએ 22 વર્ષ પૂરાં કર્યાં. સહયોગીઓની મહેનત, જનતાનો લગાવને લીધે આજે આપણે અહીં સુધી પહોંચ્યા છીએ. જનતાનો વિશ્વાસ સંપાદન કરવામાં આપણે સફળ થયા છીએ. ક્યારેક આપણે સત્તામાં હતા તો ક્યારેક નહોતા, પરંતુ તેનાથી કોઈ અસર થઈ નથી, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...