પોલીસ તપાસ:શિવસેનાના વિધાનસભ્યની પત્નીએ આત્મહત્યા કરી, ગયા વર્ષે પતિની સેક્સ ચેટ ચર્ચામાં આવી હતી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કુર્લા વિધાનસભા મતવિસ્તારના શિવસેનાના વિધાનસભ્ય મંગેશ કુડાલકરની પત્નીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કી છે. રજની કુડાળકરે પોતાના ઘરના બેડરૂમમાં છતના પંખા સાથે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે.

પોલીસે આપેલી પ્રાથમિક માહિતી અનુસાર રજનીએ આત્મહત્યા કરી છે એવી જાણ થતાં જ પોલીસ તત્કાળ ઘટનાસ્થળે પહોંચી હતી. તે સમયે રજની બેડરૂમની છતના પંખા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.પોલીસે લાશને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. ઘટનાસ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નહોતી. આથી આત્મહત્યા પાછળનું કારણ તુરંત જાણી શકાયું નહોતું. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

નોંધનીય છે કે 2021માં ઓનલાઈન સેક્સ ચેટ પ્રકરણમાં વિધાનસભ્ય મંગેશ કુડાલકરનું નામ સામે આવ્યું હતું. ઓનલાઈન સેક્સ ચેટને નામે વિધાનસભ્યને બ્લેકમેઈલ કરનારા આરોપીને પોલીસે રાજસ્થાનના ભરતપુર ખાતેથી ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...