ફોટો વાઈરલ:શિવસેનાના નેતા સંજય રાઉત અને રવિ રાણા ઠંડા માહોલમાં એકસાથે ભોજન માણી રહ્યા છે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શિવસેનાના નેતા સંજય રાઉત અને રવિ રાણા મહારાષ્ટ્રનું રાજકીય વાતાવરણ ગરમ કરીને કાશ્મીરમાં ઠંડા વાતાવરણમાં અભ્યાસ પ્રવાસે ગયા છે. ખાસ કરીને રાણા અને રાઉત એકબીજાને બદનામ કરવાની એક પણ તક છોડી નથી રહ્યા, પરંતુ એક જગ્યામાં બંને એકસાથે ભોજન કરતા હોવાના ફોટો વાઈરલ થયા છે.

મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસાનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેના આધારે અમરાવતીનાં સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણાએ મુખ્ય મંત્રીને સીધો પડકાર ફેંક્યો હતો. એ પછી આ રાજકારણીઓએ હનુમાન ચાલીસાના નામથી આખા મહારાષ્ટ્રમાં ગરમાટો લાવી દીધો, પણ કહેવાય છે કે રાજકારણીઓ વચ્ચે કોઈ દુશ્મનાવટ હોતી નથી.

સંજય રાઉત અને રવિ રાણા એકસાથે આવતા અને એકબીજા સાથે વાતચીત કરતા ફોટો સોશિયલ મિડિયા પર પણ વાઈરલ થઈ રહ્યા છે. સંજય રાઉત અને સાંસદ નવનીત રાણા બંને સંસદની વિદેશ બાબતોની સમિતિના સભ્યો છે.

રાઉતની ખાડામાં દફનાવવાની ભાષા
સંજય રાઉતે નાગપુરમાં સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણા વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં જો તેઓ શિવસેના સામે પડકાર ફેંકવા જઈ રહ્યા છે, તો સંજય રાઉતે તેમને 20 ફૂટ ખાડામાં દફનાવવાની વાત કરી હતી.

ખાસ કરીને રાણા પરિવારે દાઉદના સંબંધી યુસુફ લાકડાવાલા પાસેથી રૂ. 80 લાખની લોન લીધી હોવાનો સનસનીખેજ આક્ષેપ પણ કર્યો હતો. જોકે તે પછી તેઓએ કેવી રીતે સમાધાન થઇ ગયું, તે અનુત્તર છે, અને તેના કારણે રાજકારણીઓના ચહેરા લોકો સમક્ષ આવી ગયા છે.

મહારાષ્ટ્રમાં અનેક શિવસેનાના કાર્યકરો પર રાણા દંપતીના મામલે પોલીસ કેસ થયા છે, અને આ બંને એકબીજા સામે રાજિકય રીતે ધાેર વિરોધી હોવા છંતા તે બંને ભેગા થવાથી કાર્યકરોમાં ચણભણાટ શરૂ થયો છે.

અન્ય સમાચારો પણ છે...