માગણી:આર્યન કેસમાં શિવસેનાનો નેતા એનસીબી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • NCBના અધિકારીઓની મુંબઈમાં ન્યાયિક તપાસની સુપ્રિમમાં માગણી

એનસીબી દ્વારા આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવ્યા પછી, મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓ દ્વારા એનસીબી પર અનેક આરોપ અને ટીકાઓ કરવામાં આવી રહી છે. હવે શિવસેનાના એક નેતાએ એનસીબી અને તેના અધિકારીઓની મુંબઈમાં ન્યાયિક તપાસની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે.અરજીમાં સુપ્રીમ કોર્ટને એનસીબી, ઝોનલ ઓફિસ, મુંબઈ દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ આરોપ મૂકવામાં આવેલા આર્યનના મૂળભૂત અધિકારોના રક્ષણની માગણી કરવામાં આવી છે. હું મુંબઈમાં એનસીબીના અધિકારીઓ દ્વારા દાખલ કરાયેલા કેટલાક કેસ તરફ કોર્ટનું ધ્યાન દોરવા માગું છું.

એનસીબીના અધિકારીઓ છેલ્લાં બે વર્ષથી બોલીવૂડની કેટલીક જાણીતી હસ્તીઓ અને કેટલાક મોડેલોને નિશાન બનાવી રહ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ અધિકારીઓની ભૂમિકા અંગે વિશેષ ન્યાયિક તપાસનો આદેશ આપવામાં આવે. આ અરજી શિવસેના નેતા કિશોર તિવારીએ દાખલ કરી છે. અરજીમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક દ્વારા એનસીબી સામે લગાવવામાં આવેલા આરોપોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે વિનંતી કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા એનસીબીના અધિકારીઓની પૂછપરછ કરવામાં આવે.

દરમિયાન આર્યન ખાનની થોડા દિવસો પહેલા મુંબઈથી ગોવા જતા જહાજમાંથી ડ્રગ્સ પાર્ટી પ્રકરણે ધરપકડ કરવામાં આવી હતી. એનસીબીએ પછી દાવો કર્યો હતો કે આર્યન ડ્રગ્સ લેતો હતો અને વિદેશી ડ્રગ્સ તસ્કરોના સંપર્કમાં હતો. ત્યાર બાદ કોર્ટે આર્યનને એનસીબી કસ્ટડીમાં મોકલી દીધો હતો. આર્યનને એનસીબીના રિમાન્ડ બાદ છોડવામાં આવે તેવી ધારણા હતી. જોકે બાદમાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. આર્યન હાલમાં મધ્ય મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.

અન્ય સમાચારો પણ છે...