આક્ષેપ:કોવિડકાળમાં શિવસેનાના નેતાએ 15 કરોડનો ગોટાળો કર્યોઃ સોમૈયા

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલકમંત્રી દ્વારા મેયરની કંપનીને કોન્ટ્રાક્ટ અપાય છે એવો પણ આરોપ

ભાજપ નેતા કિરીટ સોમૈયાએ હવે મુંબઈ મહાપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ યશવંત જાધવ અને મેયર કિશોરી પેડણેકર તરફ મોરચો વાળ્યો છે. કોવિડકાળમાં જાધવે રૂ. 15 કરોડ પોતાના અને પોતાના સંબંધીઓના ખાતામાં વાળ્યા હોવાનો આરોપ તેમણે કર્યો છે. પાલકમંત્રી મેયરની કંપનીને કોન્ટ્રાક્ટ આપે છે એવો આરોપ પણ તેમણે કર્યો છે. આ બાબતે સર્વ યંત્રણા પાસે ફરિયાદ કરવાનો છું, એમ તેમણે જણાવ્યું છે.સોમૈયાએ ફરી એક વાર શિવસેના પર નિશાન સાધીને મુંબઈ મહાપાલિકાના ગોટાળા સંબંધમાં આરોપ કર્યા છે.

મુંબઈમાં પત્રકાર પરિષદમાં સોમૈયાએ આરોપ કર્યા છે. સોમૈયાએ જણાવ્યું કે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની મહાપાલિકા એટલે કમાણીનું સાધન છે. કોવિડમાં તેમણે લૂંટ ચલાવી, ગોટાળા કર્યા તે હું જાહેર કરીશ. મારી પાસે પુરાવા સાથે રૂ. 15 કરોડ સ્થાયી સમિતિના અધ્યક્ષ જાધવ કઈ રીતે એજન્ટને આપ્યા તે માહિતી છે. જાધવે રૂ. 15 કરોડ ટુકટે ટુકડે આપ્યા. પ્રધાન ડીલર્સ પ્રા. લિ.ના ખાતામાં આ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તેમાંથી રૂ. 1નો શેર તેમણે રૂ. 500માં લીધો હતો.

આ જ રીતે તે પછી જાધવના ખાતામાં રૂ. 2 કરોડ, પત્ની યામિની જાધવને ખાતામાં રૂ. 2 કરોડ, પુત્ર નિખિલના ખાતામાં રૂ. 50 લાખ અને અન્ય પુત્ર યતિનના ખાતામાં રૂ. 50 લાખ વાળ્યા હોવાનો આરોપ પણ સોમૈયાએ કર્યો હતો.શૌરુ ટ્રેડિંગ કંપનીના ખાતામાં રૂ. 3 કરોડ, ક્રેસિડા ટ્રેડર્સના ખાતામાં રૂ. 2 કરોડ, સુનંદા મોહિતેના ખાતામાં રૂ. 5 કરોડ મળી રૂ. 15 કરોડ જાધવે પોતાના અને પોતાના સંબંધીઓના ખાતામાં વળ્યા છે. અમે આ બાબતે બધી એજન્સીને ફરિયાદ કરીશું, એમ પણ સોમૈયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...