તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:રાષ્ટ્રવાદી મુખ્ય મંત્રીપદ માટે રમત કરે તો ભાજપ સાથે જવાનો શિવસેનાનો ઈશારો?

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંચ વર્ષ શિવસેનાનો જ મુખ્ય મંત્રી રહેશે એ સ્પષ્ટ કરવા રાઉતનાં એક કાંકરે બે નિશાન

ભાજપના નેતાઓ મહાવિકાસ આઘાડી સરકાર ક્યારે પડશે તેની વાટ જોઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને શિવસેનામાં મુખ્ય મંત્રીપદની ફોર્મ્યુલા નક્કી થઈ હોઈ તેની પરથી વિવાદ સર્જાશે અને સરકાર પડશે એવી ચર્ચા શરૂ થઈ છે. જોકે આમાં કોઈક તથ્ય નથી. રાજ્યમાં પાંચ વર્ષ માટે શિવસેનાનો જ મુખ્ય મંત્રી રહેશે, એમ શિવસેનાના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે.

અઢી વર્ષ પછી મુખ્ય મંત્રીપદ પર રાષ્ટ્રવાદી તરફથી દાવો કરવામાં આવશે અને તેને લઈને આઘાડીમાં વિવાદ શરૂ થશે. આ વિવાદમાંથી રાજ્યમાં નવી રાજકીય ગતિવિધિઓને ગતિ મળશે એવી વાતો ફેલાવવામાં આવી રહી છે તેમાં કોઈ તથ્ય નથી. રાજ્યમાં પાંચ વર્ષ સુધી શિવસેનાનો જ મુખ્ય મંત્રી રહેશે, એમ રાઉતે પક્ષના મુખપત્રમાં જણાવ્યું છે. રાઉતનું આ વિધાન ખરેખર તો એક કાંકરે બે નિશાન સાધવા જેવું છે. તેમના આ વિધાન પરથી એવું ચિત્ર ઊપસી રહ્યું છે કે શિવસેનાના મિત્ર પક્ષ રાષ્ટ્રવાદી અને કોંગ્રેસ અઢી વર્ષ પછી મુખ્ય મંત્રીપદ માટે કોઈ પણ રમત કરે તો શિવસેના ભાજપ સાથે જઈ શકે છે. આ માટે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઠાકરેની નિકટતા કઈ રીતે છે તે અંગે પણ ગર્ભિત વાત કરી છે.

દેવેન્દ્ર ફડણવીસ કહે છે ઠાકરેની સરકાર પાડવામાં અમને રસ નથી, જ્યારે ચંદ્રકાંત પાટીલ દાવા સાથે કહે છે કે મહારાષ્ટ્ર ઊંઘમાં હશે ત્યારે સરકાર પડશે. કોઈને સમજાશે પણ નહીં. ભાજપનું ધોરણ સ્પષ્ટ દેખાતું નથી. સરકારનું શું કરવાનું તે ફડણવીસ અને પાટીલે એક ટેબલ પર બેસીને નક્કી કરવું જોઈએ. રાજ્યમાંત્રણ પક્ષની સરકાર છે. તેમાંથી એક પક્ષ બહાર નીકળ્યા વિના સરકાર પડશે નહીં એમ અમિત શાહે એક વાર સ્પષ્ટ કર્યું હતું. પરિસ્થિતિ હજુ પણ તે જ છે, એવો ટોણો તેમણે આ સાથે માર્યો છે.

બહુમતીનો આંકડો ભાજપ નહીં મેળવી શકે : ઈડી, સીબીઆઈજેવી તપાસ યંત્રણાનો ઉપયોગ કરીને એકાદ વિધાનસભ્ય ભાજપને મળી શકે, પરંતુ બહુમતીનો આંકડો ફાવશે નહીં એ સત્ય સ્વીકરવાની માનસિકતા તેમણે રાખવી જોઈએ. સરકાર બદલાવાનો એકેય વિકલ્પ સફળ થવાની શક્યતા આજે તો દેખાતી નથી. તેમાં મુખ્ય મંત્રી ઠાકરે અને દિલ્હી વચ્ચે સંવાદ વધ્યો છે અને તે સીધો વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે છે. શિવસેનાને મુખ્ય મંત્રીપદ જોઈતું જ હતું.

આઘાડીમાં ઉત્તમ સમન્વય છે
મહારાષ્ટ્રની આઘાડી સરકારમાં ઉત્તમ સમન્વય છે. કોંગ્રેસ- રાષ્ટ્રવાદીના નેતાઓનો ચંચુપાત નથી અને મુખ્ય મંત્રી સ્વતંત્ર રીતે કામ કરી રહ્યા છે. આ વ્યવસ્થામાં નખ લાગશે એવું કશું બનવાતું નથી. મહારાષ્ટ્રની સરકાર ચલાવવી અને ટકાવવી આઘાડીના ત્રણેય પક્ષની જરૂર છે. મજબૂરી શબ્દ હું જાણીબૂજીને વાપરવાનો નથી. કેન્દ્ર સાથે અનેક રાજ્યોમાં ભાજપની સરકાર છે, પરંતુ મહારાષ્ટ્ર જેવું રાજ્ય હાથમાં નહીં હોય તો અન્યમોટાં રાજ્ય હાથમાં હોવા છતાં મન માનતું નથી. કોંગ્રેસ પાસે એકાદ- બીજું રાજ્ય છે પણ મહારાષ્ટ્રની સત્તામાં સહભાગ સૌથી મહત્ત્વનો છે. રાષ્ટ્રવાદી પણ મહારાષ્ટ્રની બહાર વિસ્તરી નથી અને હિંદુત્વવાદની સૌથી મોટી બ્રાન્ડ ઠરવા છતાં શિવસેના મહારાષ્ટ્રની બહાર છલાંગ લગાવી શકી નથી. આવા સમયે મહારાષ્ટ્રની સત્તા ટકાવી રાખવી ત્રણેય પક્ષો માટે આવશ્યક છે, એવો મત પણ તેમણે આ સાથે નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...