રાજકારણ:એકબીજા સામે બાંયો ચઢાવનારા શિવસેના- ભાજપની ભિવંડીમાં યુતિ

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શિવસેના પાસે મહાયુતિને લીધે પક્ષીય બળાબળ વધુ હોવા છતાં ભાજપ સાથે ઘરોબો

રાજકારણમાં કશું પણ શક્ય છે તે શિવસેના- કોંગ્રેસ અને રાષ્ટ્રવાદીએ એકત્ર આવીને મહાવિકાસ આઘાડી સરકાર બનાવીને સિદ્ધ કર્યું છે ત્યારે હવે શિવસેના પાસે મહાયુતિને લીધે પક્ષીય બળાબળ વધુ હોવા છતાં ભિવંડી પંચાયત સમિતિમાં સભાપતિ, ઉપસભાપતિની ચૂંટણીમાં શિવસેના- ભાજપ એકત્ર આવ્યા છે.

શિવસેના પાસે કુલ 23 સભ્ય અને ભાજપ પાસે 19 સભ્ય હતા

ભાજપ સાથે ઘરોબો કેળવીને શિવસેનાએ સમજૂતીપૂર્વક ચૂંટણી ટાળીને ચૂંટણી બિનવિરોધ પાર પાડી.શિવસેનાએ સભાપતિપદ પોતાની પાસે રાખ્યું હોવા છતાં ઉપસભાપતિ પદ ભાજપ માટે છોડી દીધું છે. સભાપતિ શિવસેનાના વિકાસ ભોઈર બન્યા છે ત્યારે ઉપ સભાપતિ ભાજપના જિતેન્દ્ર ડાકી બન્યા છે.ભિવંડી પંચાયત સમિતિમાં 42 સભ્ય છે. શિવસેનાના 20, ભાજપના 19, કોંગ્રેસ, 2, મનસે 1 સભ્ય છે. મહાયુતિને લીધે કોંગ્રેસના બે અને મનસેનો એક સભ્ય પણ શિવસેના સાથે છે. આથી શિવસેના પાસે કુલ 23 સભ્ય અને ભાજપ પાસે 19 સભ્ય હતા. જોકે લોકસભાની ચૂંટણીમાં શિવસેના- ભાજપની યુતિને લીધે સ્થાનિક સ્તરે તે સમયે જ શિવસેના- ભાજપના ઉમેદવારોએ પંચાયત સમિતિની ફોર્મ્યુલા નક્કી કરી હતી, જે રવિવારની ચૂંટણીમાં સામે આવી હતી.

અન્ય સમાચારો પણ છે...