શાહનો પ્રહાર:શિવસેનાએ 2019ની ચૂંટણીમાં અમારી સાથે વિશ્વાસઘાત કર્યો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમારે કારણે જ બેઠકો મળીઃ હિંમત હોય તો CM રાજીનામું આપે

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ, એવી માગણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે કરી હતી. શાહે પુણેની મુલાકાત દરમિયાન રાજ્યની મહાવિકાસ આઘાડી સરકાર પર પણ જોરદાર નિશાન સાધ્યું છે. શિવસેનાએ 2019ની વિધાનસભાની ચૂંટણીમાં અમારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. અમારે લીધે જ તેમની બેઠકો ચૂંટાઈ આવી હતી. હવે તેમનામાં હિંમત હોય તો તેમણે રાજીનામું આપીને બતાવવું જોઈએ, એમ શાહે જણાવ્યું હતું.

હિંમત હોય તો આગામી ચૂંટણીઓમાં ત્રણેય પક્ષ એકત્ર લડીને બતાવે, એવો પડકરાર પણ તેમણે સરકારને આપ્યો છે. પુણે મહાપાલિકાની ચૂંટણી પૂર્વે શાહે સરકારને ખુલ્લો પડકાર આપ્યો હોઈ એક રીતે પ્રચારની શરૂઆત કરી હોવાનું કહેવાય છે. દરમિયાન ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરે દેશનું સંવિધાન લખીને દેશને આકાર આપ્યો છે. તેમણે દેશના વિકાસ માટે પોતાનું મોટું યોગદાન આપ્યું છે. જોકે કોંગ્રેસે તેમની હયાતિમાં અને પછી પણ તેમનું સતત અપમાન કર્યું, એવો હલ્લાબોલ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કર્યો હતો. તેઓ રવિવારે પુણેમાં હતા.તેમણે છત્રપતિ શિવાજી મહારાજના પૂતળાની પાયાભરણી કરી હતી. ડો. બાબાસાહેબ આંબેડકરના પૂતળાનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પછી તેમણે જનતાને સંબોધન કર્યું હતું.

બાબાસાહેબ આંબેડકરને તેમની હયાતિમાં અને પછી પણ અપમાનિત કરવાનું કામ કોંગ્રેસે સતત કર્યું છે. બિન- કોંગ્રેસી સરકાર હતી ત્યારે જ બાબાસાહેબને ભારતરત્ન આપવામાં આવ્યું હતું. કોંગ્રેસની સત્તા હતી ત્યારે તેમને ભારતરત્ન પુરસ્કાર અપાયો નહોતો.દેશની જનતાને બાબાસાહેબનું કામ અને તેમની મહાનતા સમજાય નહીં તે માટે કોંગ્રેસે ક્યારેય સંવિધાન દિવસ ઊજવ્યો નહોતો. જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તામાં આવતાં જ સંવિધાન દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું. અમે સંવિધાન દિવસ જ્યારે જ્યારે ઊજવ્યો ત્યારે કોંગ્રેસે તેની પર બહિષ્કાર કર્યો, એમ શાહે જણાવ્યું હતું.સ્વાતંત્ર્ય પછી સંવિધાન બનાવવામાં બાબાસાહેબ આંબેડકરનું મોટું યોગદાન હતું.

બધા વિવાદાસ્પદ મુદ્દા પર બધાને એકત્ર લાવવાનું કામ બાબાસાહેબે કર્યું છે. દલિત વંચિતોને સંવિધાનમ્થી સંરક્ષણ આપવાનું કામ તેમણે કર્યું હતું. જીવનભર તેમણે અપમાન સહન કર્યો, પરંતુ સંવિધાન નિર્મિતી કરતી વખતે તેમણે ક્યારેય તેમાં કટુતા આવવા દીધી નહીં. દુનિયાભરમાં આપણું સંવિધાન શ્રેષ્ઠ છે. બધાને સમાન અધિકાર આપનારું સંવિધાન ભારતનું છે. આ ફક્ત બાબાસાહેબ જ કરી શક્યા, એમ શાહે જણાવ્યું હતું.

પુણેના વિકાસમાં મોદી સરકાર
પુણેના વિકાસ માટે મોદી સરકારે અનેક કામ કર્યાં છે. એરપોર્ટથી મેટ્રો સુધીનાં કામોને લીલી ઝંડી બતાવી છે. પુણેકરને હવે ટૂંક સમયમાં જ મેટ્રો મળવાની છે. સ્માર્ટ સિટી માટે રૂ. 100 કરોડ આપ્યા. બસ સેવા સુધારવા કેન્દ્રએ રૂ. 1000 વધારાની બસ આપી. મુળા મુઠા નિધિ સંવર્ધન માટે રૂ. 110 કરોડનું કામ ચાલુ છે. સૌથી વધુ સ્ટાર્ટઅપ પુણેમાં જ આવી છે. પુણેના વિકાસ માટે મોદી સરકાર સંકલ્પબદ્ધ છે. અમે પુણેના વિકાસમાં કોઈ પણ કસર નહીં રાખીએ, એમ પણ શાહે જણાવ્યું હતું.

શિવરાય સ્વરાજ્ય માટે સમર્પિત
દેશ અંધારિયા યુગમાં હતો, આશાનું કોઈ કિરણ દેખાતું નહોતું, સ્વરાજ્ય અને સ્વધર્મ શબ્દ ઉચ્ચારવાનું પણ મુશ્કેલ હતું ત્યારે શિવાજી મહારાજે સ્વરાજ્યની સંકલ્પના કરી અને આખું જીવન સ્વરાજ્ય માટે સમર્પિત કરી નાખ્યું. તેમના આ પ્રયાસોને લીધે જ હિંદવી સ્વરાજ્યની સ્થાપના થઈ. ફક્ત મહારાષ્ટ્ર જ નહીં પણ દેશના બેતૃતીયાંશ શહેરમાં સ્વરાજ્ય મેળવવાનું સૌભાગ્ય મળ્યું. શિવાજી મહારાજે પોતાના અષ્ટપ્રધાન મંડળ દ્વારા પ્રશાસનનો પાયો રચ્યો. ન્યાય, નાવિક દળ, પ્રશાસકીય કામ વગેરે બાબતો તેમણે વાસ્તવમાં ઉતારી.

અન્ય સમાચારો પણ છે...