ભાસ્કર વિશેષ:શિરડીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટે દસ લાખ પ્રવાસીઓનો તબક્કો પાર કર્યો

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યનું ચોથું અને દેશનું એકમાત્ર ઝડપથી વધતું એરપોર્ટ

ચાર વર્ષ પહેલાં શરૂ થયેલા શિરડી આંતરરરાષ્ટ્રીય એરપોર્ટે 10 લાખ પ્રવાસી પરિવહનનો વિક્રમજનક તબક્કો પાર કર્યો છે. વિમાનસેવા આપતી તમામ કંપનીઓના સંપર્કમાં રહીને નવી પ્રવાસી સુવિધા નિર્માણ કરી હોવાથી આ લક્ષ્ય પાર કરી શકાયું છે.

શિરડી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 10 ઓકટોબર 2017ના પ્રવાસીઓની અવરજવર શરૂ થઈ હતી. આ વિમાનસેવાએ 3 જાન્યુઆરી 2022ના 1૦ લાખ પ્રવાસીઓની અવરજવરનો વિક્રમજનક તબક્કો પાર કર્યો છે. આ લક્ષ્ય સાધ્ય કરતા શિરડી એરપોર્ટ પર લગભગ 13 હજાર ફ્લાઈટ્સની નોંધ કરવામાં આવી છે. લોકડાઉનના કારણે છેલ્લા થોડા મહિનાથી શિરડી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ હતું. મહારાષ્ટ્ર એરપોર્ટ ડેવલપમેંટ કંપની મારફત શિરડી એરપોર્ટ પર અત્યંત ધ્યાનપૂર્વક લક્ષ્ય કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

રાજ્યમાં પુણે, મુંબઈ, નાગપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પછી શિરડી ચોથું અને દેશનું ઝડપથી વધતું એકમાત્ર એરપોર્ટ છે. શિરડી એરપોર્ટ પર સ્પાઈસ જેટ, ઈંડિગો એરલાઈન્સની સેવા દિલ્હી, હૈદરાબાદ અને ચેન્નઈ શહેરો માટે શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...