તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુનાવણી:મીરા ભાયંદરના 5 કોર્પોરેટરની નિયુક્તિ પરનો શીંદેનો સ્ટે રદ

મુંબઇએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મંત્રીને યોગ્ય નિર્ણય લેવા આઠ સપ્તાહની મુદત અપાઈ

મીરા-ભાયંદર મહાપાલિકાના 5 નોમિનેટેડ નગરસેવકોમાંથી ફક્ત 1 નગરસેવકની નિયુક્તિ બાબતે વાંધો હોવા છતાં નગર વિકાસ મંત્રી એકનાથ શિંદેએ કાયદાનું ઉલ્લંઘન કરતાં તમામ નગરસેવકોની નિયુક્તિ સામે સ્ટે આપ્યો હતો. તેથી મંત્રીનો 7 ડિસેમ્બર, 2020નો આદેશ જાહેર રીતે ગેરકાયદે છે એવી ગંભીર નોંધ કરીને મુંબઈ હાઈ કોર્ટે રદ કર્યો છે. આ સાથે મંત્રીએ આ બાબતનો નવેસરથી વિચાર કરવો અને સંબંધિત ફરિયાદીઓ અને નગરસેવકોની પૂર્ણ સુનાવણી લઈને જ કાયદા અનુસાર 8 અઠવાડિયામાં યોગ્ય નિર્ણય લેવો. આ નિર્ણય પક્ષકારોને જણાવવો.

આદેશ કોઈ પણ પક્ષકારના વિરુદ્ધ હોય તો એની અમલબજાવણી પક્ષકારને જણાવ્યાથી ચાર અઠવાડિયા સુધી કરવી નહીં એમ પણ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું. મંત્રીના નિર્ણયને ભાજપના 3 નગરસેવક અને પક્ષના જૂથનેતા હસમુખ ગેહલોતે વરિષ્ઠ વકીલ ડોય બિરેન્દ્ર સરાફ અને એડવોકેટ તરુણ શર્મા મારફત રિટ અરજી દ્વારા પડકાર આપ્યો હતો. આ બાબતની સુનાવણીના અંતે જજ આર.ડી.ધાનુકા અને જજ વી.જી.બિશ્ટની ખંડપીઠે મંત્રીનો આદેશ રદ કર્યો હતો.

મહાપાલિકામાં 5 નામનિર્દેશિત નગરસેવકોની નિયુક્તી કરવા સંદર્ભે મહાપાલિકા કમિશનરે 24 જાન્યુઆરી 2020ના સાર્વજનિક સૂચના જાહેર કરી હતી. એ પછી ઈચ્છુકોના કાગળપત્રોની ચકાસણી અને પાત્રતા તપાસ્યા બાદ ભાજપના અજિત પાટીલ, અનિલ ભોસલે અને ભાગવતી શર્મા, શિવસેનાના વિક્રમ પ્રતાપ સિંગ અને કોંગ્રેસ લોકશાહી આઘાડીના શફિક અહમદ ખાનના નામની ભલામણ કમિશનરે કરી હતી. એ પછી 7 ડિસેમ્બર 2020ના મહાપાલિકાની આમસભાએ ઠરાવ કરીને વિક્રમ સિંગ છોડીને અન્ય 4 જણની નિયુક્તી પર મંજૂરીનો સિક્કો માર્યો હતો.

શિવસેનાએ 7 ડિસેમ્બરે ઠરાવ રજૂ કર્યો હતો
આ વાંધો ખોટો હોવાથી અન્ય 4 નગરસેવકો સહિત વિક્રમ સિંગને પણ નગરસેવક તરીકે ઘોષિત કરવા એવો ઠરાવ શિવસેનાએ 7 ડિસેમ્બરના રજૂ કર્યો ત્યારે મહાપાલિકાએ એ ફગાવી દીધો હતો. એ પછી ભાજપમાંથી શિવસેનામાં પ્રવેશ કરનાર ગીતા જૈને તાત્કાલીક એ જ દિવસે મંત્રી એકનાથ શિંદે પાસે ફરિયાદ કરી હતી. શિંદેએ તરત સ્ટે આદેશ કાઢ્યો હતો. એ પછી બીજા દિવસે 8 ડિસેમ્બર 2020ના નગરવિકાસ સચિવે સ્ટે આદેશની માહિતી મહાપાલિકા અને સંબંધિત નગરસેવકોને પત્ર દ્વારા જણાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો