આવેદન:પોર્ન ફિલ્મ કેસમાં શિલ્પાની જુબાનીઃ રાજ શું કરતો હતો મને ખબર નથી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શિલ્પા - Divya Bhaskar
શિલ્પા
  • કામમાં વ્યસ્ત હોવાથી જાણ નહીં હોવાનું અભિનેત્રીએ કારણ આપ્યું

કામમાં વ્યસ્ત હોવાથી પતિ રાજ કુંદ્રા શું કરતો હતો તેની જાણ નથી, એમ અભિનેત્રી શિલ્પા શેટ્ટી- કુંદ્રાએ ક્રાઈમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલને પોર્ન ફિલ્મ કેસમાં આપેલી જુબાનીમાં જણાવ્યું છે. શિલ્પાના પતિ રાજ સહિત ચાર જણ વિરુદ્ધ બુધવારે 1467 પાનાંની પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમાં શિલ્પાનો જવાબ પણ છે. શિલ્પાની સાક્ષી અનુસાર રાજે 2015માં વિઆન ઈન્ડસ્ટ્રીઝ લિ. નામે કંપની શરૂ કરી હતી. તે કંપનીમાં શિલ્પાની 24.50 ટકા ભાગીદારી હતી.

કંપનીમાં શિલ્પા એપ્રિલ 2015થીજુલાઈ 2020ના સમયગાળામાં ડાયરેક્ટર પદ પર હતી. આ પછી તેણે વ્યક્તિગત કારણોસર ડાયરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પોર્ન ફિલ્મનું જેના થકી વિતરણ કરાતું તે હોટશોટ એપ અને બોલી ફેમ સંબંધમાં પોતાને કશી જ જાણકારી નહીં હોવાનું તેણે જણાવ્યું હતું. કામમાં વ્યસ્ત હોવાથી પતિ રાજ શું કરે છે તે જાણકારી નથી, એમ તેમણે જણાવ્યું છે. દરમિયાન પોર્ન ફિલ્મ નિર્માણ કરીને રાજે 2019માં આર્મ્સ પ્રાઈમ વિડિયો નામે કંપની સ્થાપી હતી.

આ કંપનીના માધ્યમથી પોર્ન ફિલ્મના પ્રસારણ માટે તૈયાર કરવામાં આવેલું હોટશોટ્સ નામે એપ્લિકેશન લંડન સ્થિત કેનરીન કંપનીને વેચ્યું હતું. જોકે આ એપ્લિકેશન બાબતે ઘણાં બધાં કામો રાજ મારફત જ ચાલુ હતા. આ એપ્લિકેશન નિર્મિતી માટે રાજે પૈસાનું રોકાણ કર્યું હતું. રાજ આ પોર્ન ફિલ્મ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર હોવાના પુરાવા પોલીસને મળ્યા છે. આ પ્રકરણની તપાસ મોટે ભાગે પૂરી થઈ હોઈ બારી તપાસ વિદેશી બેન્કોમાંથી નાણાંની લેણદેણ બાબતની છે, જે અંગે માહિતી પોલીસે મગાવી છે, જે હજુ મળી નથી.

અન્ય સમાચારો પણ છે...