પોર્ન ફિલ્મ પ્રકરણ:પોર્ન ફિલ્મ પ્રકરણે રાજ કુંદ્રા વિરુદ્ધ ચાર્જશીટમાં શિલ્પા શેટ્ટી સાક્ષીદાર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજ - Divya Bhaskar
રાજ
  • ચાર્જશીટમાં શિલ્પા, શર્લિન ચોપરા સાથે 55 સાક્ષીદાર
  • રાજને મુખ્ય આરોપી ગણાવતાં પોર્ન ફિલ્મના આ પ્રકરણમાં પોલીસ દ્વારા1467 પાનાંની ચાર્જશીટ દાખલ કરવામાં આવી

2021માં ગાજેલા પોર્ન ફિલ્મ પ્રકરણમાં મુખ્ય આરોપી રિપુ સુદન જયકિશન કુંદ્રા ઉર્ફે રાજ કુંદ્રા (45) વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલ દ્વારા પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ પ્રકરણમાં રાજની પત્ની અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાક્ષીદાર બની છે. ઉપરાંત શર્લિન ચોપરા સહિત 55 જણને પોલીસે સાક્ષીદાર બનાવ્યાં છે. આ સંપૂર્ણ પ્રકરણમાં પોતાને કશી જ માહિતી નથી એવું શિલ્પાએ પોલીસને જણાવ્યું છે. આ પ્રકરણમાં પાંચ સાક્ષીદારે કોર્ટ સામે જુબાની આપી છે. જોકે શિલ્પાએ હજુ સુધી રાજ વિરુદ્ધ કશું કહ્યું નથી.

શિલ્પા
શિલ્પા

રાજને મુખ્ય આરોપી ગણાવતાં પોર્ન ફિલ્મના આ પ્રકરણમાં પોલીસે 1467 પાનાંની ચાર્જશીટ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ, કોર્ટ નં. 37, કિલ્લા કોર્ટમાં આ પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. સિંગાપોર- લંડનના બે આરોપી : ચાર્જશીટમાં રાજ સાથે તેની કંપનીના આઈટી હેડ રાયન જોન થોર્પ સામે પણ આરોપ મુકાયો છે, જ્યારે લંડન સ્થિત રાજનો સંબંધી પરદીપ બક્ષી અને સિંગાપોર સ્થિત યશ ઠાકુર ઉર્ફે અરવિંદકુમાર શ્રીવાસ્તવને ફરાર બતાવવામાં આવ્યા છે.

શર્લિન
શર્લિન

હમણાં સુધી 13 આરોપી સામે કુલ 4996 પાનાંની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 17 જુલાઈએ રાજની ધરપકડ : 4 ફેબ્રુઆરીના રોજ પ્રોપર્ટી સેલે ગુનો દાખલ કર્યો હતો, જે પછી અભિનેત્રી ગહના વશિષ્ઠ સહિત 9 જણની ધરપકડ કરાઈ હતી, જેમની સામે 1 એપ્રિલે 3529 પાનાંની ચાર્જશીટ દાખલ કરાઈ હતી. તપાસમાં રાજ અને તેની વિઆન ઈન્ડસ્ટ્રીઝ કંપનીના આઈટીહેડ રાયનનું નામ બહાર આવતાં 17 જુલાઈએ તેમની ધરપકડ કરાઈ હતી.

ગહના
ગહના

બ્રેકને નામે પોર્ન ફિલ્મમાં કામ
ફિલ્મોદ્યોગમાં કામ કરવા માગતી અને ખરાબ આર્થિક પરિસ્થિતિની યુવતીઓની અસહાયતાનો લાભ લેતાં ફિલ્મ, સિરિયલ, વેબ સિરીઝમાં બ્રેક આપવાને નામે અશ્લીલ ફિલ્મમાં કામ કરાવવામાં આવતું હતું. આ ફિલ્મ વિવિધ વેબસાઈટ્સ અને મોબાઈલ એપ્લિકેશન પર અપલોડ કરાતું હતું, જે વિડિયોઝ સબ્સ્ક્રિપ્શન દ્વારા વેચવામાં આવતું હતું, જે કરોડોનું ટર્નઓવર ધરાવતો વેપાર બની ગયો હતો. શૂટિંગ માલવણી, મઢ, લોનાવાલા, અલીબાગ ખાતે નિર્જન સ્થળના બંગલો ભાડે લઈને કરવામાં આવતું હતું.

અન્ય સમાચારો પણ છે...