કાર્યવાહી:શિલ્પા - રાજ કુન્દ્રા વિરુદ્ધ દોઢ કરોડની છેતરપિંડી અને ધમકીનો ગુનો દાખલ

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીમની ફ્રેન્ચાઈઝી આપવાના નામ પર લીધેલા રૂપિયા વાપરી નાખ્યા

અભિનત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની અડચણમાં ફરીથી વધારો થયો છે. મુંબઈના બાન્દરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને ધમકાવવાના પ્રકરણે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બાન્દરા પોલીસ સ્ટેશનમાં નિતીન બરઈ નામની વ્યક્તિએ શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને કાશિફ ખાન સહિત અન્ય કેટલાક લોકો પર ગુનો દાખલ કર્યો છે. માહિતી અનુસાર 2014માં એસએફએલ ફિટનેસ પ્રા.લિ.ના ડિરેકટર કાશિફ ખાને શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સાથે મળીને નિતીન બરઈને 1 કરોડ રૂપિયા રોકવા જણાવ્યું હતું.

પણ પછી બધુ સમુસુતરું ચાલતું નહોતું ત્યારે નિતીને એના રૂપિયા પાછા માગ્યા હતા. એ પછી તેને ધમકી આપવામાં આવી હતી. આ પ્રકરણે પોલીસે કલમ 406, 409, 420, 506, 34, 120 (બી) અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર જુલાઈ 2014થી અત્યાર સુધી મેસર્સ એસએફએલ પ્રા.લિ. કંપનીના ડિરેકટર શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા, કાશિફ ખાન, દર્શિત શાહ અને તેમના બીજા કેટલાક સહકારીઓએ ફરિયાદીની છેતરપિંડી કરી હતી.

જો નિતીન તેમની કંપનીની ફ્રેન્ચાઈઝી લે અને પુણેના કોરેગાવ પા્કમાં સ્પા અને જીમ શરૂ કરે તો એને ઘણો ફાયદો થશે એમ બરઈને જણાવવામાં આવ્યું હતું. બરઈને એ પછી 1 કરોડ 59 લાખ 27 હજાર રૂપિયાનું રોકાણ કરવા જણાવ્યું હતું. આ રૂપિયાએ આરોપીઓએ પોતાના ફાયદા માટે વાપર્યા અને જ્યારે નિતીને રૂપિયા પાછા માગ્યા ત્યારે તેને ધમકી આપવામાં આવી. મુંબઈ પોલીસ આ પ્રકરણે બધાની પૂછપરછ કરશે. રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીનો પક્ષ જાણવા માટે પોલીસે તેમનો સંપર્ક સાધશે.

રાજ કુન્દ્રા પોર્ન કેસમાં જામીન પર બહાર છે
પોર્નોગ્રાફીના મામલામાં રાજ કુન્દ્રા અત્યારે જામીન પર છૂટેલો છે. 1 નવેમ્બરના એણે પોતાના ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ડિલીટ કરી નાખ્યા હતા. પોર્નોગ્રાફી કેસમાં જેલમાં બંધ રાજ કુન્દ્રાને બે મહિના બાદ 20 સપ્ટેમ્બરના બોમ્બે હાઈ કોર્ટ તરફથી જામીન મળ્યા હતા. પોલીસે 19 જુલાઈના રાજ કુન્દ્રા, રેયાન થોરપે સહિત ૧૧ જણની આ પ્રકરણે ધરપકડ કરી હતી. રાજ પર પોર્ન ફિલ્મોનો વ્યવસાય કરવાનો આરોપ છે.

પોર્ન કંપનીમાં 10 કરોડ રોક્યા હતા
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અનુસાર રાજ કુન્દ્રાએ પોર્ન ઈંડસ્ટ્રીમાં 8 થી 10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. રાજ અને બ્રિટનમાં રહેતો એનો ભાઈએ ત્યાં કેનરિન નામની કંપની સ્થાપી હતી. પછી પોર્ન વીડિયો ભારતમાં શૂટ કરીને વી ટ્રાન્સફરથી કેનરિન કંપનીને મોકલવામાં આવ્યા. આ કંપની રાજ કુન્દ્રાએ જ બનાવી અને એનું રજિસ્ટ્રેશન વિદેશમાં કર્યું જેથી ભારતના સાયબર કાયદાઓથી બચી શકાય.

અન્ય સમાચારો પણ છે...