તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ભીમા- કોરેગાવ તોફાન પ્રકરણે શરદ પવારની સાક્ષી નોંધાવવામાં આવશે

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પવારે તપાસ ખોટી રીતે થઈ અને નિર્દોષોને સંડોવવામાં આવી રહ્યા હોવાનો આરોપ કર્યો હતો

પુણે જિલ્લામાં ભીમા કોરેગાવ ખાતે 1 જાન્યુઆરી, 2018ના રોજ હિંસાચાર થયો હતો. આ સંબંધે એનઆઈએ (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી) દ્વારા આઠ જણ વિરુદ્ધ 10,000 પાનાંની ચાર્જશીટ વિશેષ એનઆઈએ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે, જેમાં આનંદ તેલતુંબડે, ગૌતમ નવલખા, હની બાબુ, સાગર ગોરખે, રમેશ ગાયચોર, જ્યોતિ જગતાપ, સ્ટેન સ્વામી અને મિલિંદ તેલતુંબડે સહિત આઠનાં નામનો સમાવેશ થતો હતો.

આ સંબંધે હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારની સાક્ષી નોંધાવવામાં આવશે.ભીમા કોરેગાવ પ્રકરણની તપાસ ખોટી રીતે થઈ છે અને નિર્દોષ લોકોને તેમાં સંડોવવામાં આવ્યા છે એવો આરોપ પવારે અગાઉ કર્યો હતો. આ પ્રકરણની તપાસ એનઆઈએને આપવાને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વાદવિવાદ થયો હતો. આથી મહાવિકાસ આઘાડી સરકાર સત્તામાં આવ્યા પછી આ પ્રકરણની એસઆઈટી મારફત તપાસ થાય એવી ભૂમિકા પવારે લીધી હતી.

આ પ્રકરણની તપાસ કરવા માટે સ્થાપવામાં આવેલા પંચની મુદત ગયા વર્ષે એપ્રિલમાં પૂરી થઈ હતી. આ પછી તેને મુદતવધારો આપવામાં આવ્યો હતો. જોકે કોરોનાને લીધે તેનું કામ ઠપ થયું હતું. હવે 2 ઓગસ્ટથી પંચનું કામકાજ ફરીથી શરૂ થઈ રહ્યું છે, જેમાં પવારની પણ સાક્ષી નોંધાવવામાં આવશે.

જસ્ટિસ જે એન પટેલ પંચના અધ્યક્ષ
આ પંચના અધ્યક્ષ જસ્ટિસ જે એન પટેલ છે. પવારની પણ સાક્ષી નોંધાવવામાં આવશે એવું અગાઉ કહેવામાં આવ્યું હતું. હવે તપાસ પંચના વકીલ આશિષ સાતપુતેએ 2 ઓગસ્ટથી સાક્ષી નોંધાવવાનું શરૂ કરવામાં આવશે અને પવારને પણ સાક્ષી આપવા સમન્સ પાઠવવામાં આવશે એમ જણાવ્યું છે.

કોનાં નામ છે અને કોનાં નથી
આ પ્રકરણે એનઆઈએ દ્વારા નવેમ્બર 2018માં વિશેષ કોર્ટમાં દાખલ કરાયું હતું. તેમાં સામાજિક કાર્યકર્તાઓ સુધીર ઢવળે, એડ. સુરેન્દ્ર ગડલિંગ, ડો. શોમા સેન, પ્રા. રોના વિલ્સન અને મહેશ રાઉતનાં નામો હતાં. આ પછી ફેબ્રુઆરી 2019માં પ્રથમ પુરવણી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તેમાં કવિ વરાવરા રાવ, એડ. સુધા ભારદ્વાજ, સામાજિક કાર્યકર્તા અરુણ ફેરારી અને વેર્નોન ગોન્સાલ્વીસનાં નામ હતાં. જોકે બીજી ચાર્જશીટમાં સંભાજી ભિડે અને મિલિંદ એકબોટેનાં નામ નથી.

અન્ય સમાચારો પણ છે...