તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Sharad Pawar Handed Over Keys To 100 Rooms For Cancer Patients, While Chief Minister Uddhav Thackeray Gave A Stay.

વિવાદ:શરદ પવારે કેન્સરગ્રસ્તો માટે 100 રૂમની ચાવી આપી, જ્યારે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્ટે આપી ઝાટકો આપ્યો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવાદ થતાં મુખ્ય મંત્રીનું ડેમેજ કંટ્રોલ

કોંગ્રેસે સ્વબળનો સૂર આલાપ્યો છે છતાં રાષ્ટ્રવાદીએ શિવસેનો હાથ હંમેશા ઝાલી રાખવાનું જાહેર કર્યું છે. જોકે આ જ રાષ્ટ્રવાદીને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઝટકો આપ્યાની ચર્ચા ચાલુ છે. તેથી રાજકીય વર્તુળમાં ચર્ચાઓનું ઘોડાપૂર આવ્યું હતું. થોડા દિવસ પહેલાં ગૃહનિર્માણ મંત્રી જીતેન્દ્ર આવ્હાડે પરેલની ટાટા હોસ્પિટલના 100 કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે મ્હાડાના રૂમ અનામત રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. પણ આ નિર્ણયને મુખ્યમંત્રીએ સ્ટે આપ્યો હતો.

આવ્હાડના પ્રયત્નો પછી ટાટા હોસ્પિટલના કેન્સરગ્રસ્તો માટે મ્હાડાના રૂમ અનામત રાખવામાં આવનાર હતા. તેમ જ રાષ્ટ્રવાદીના અધ્યક્ષ શરદ પવારના હસ્તે આ રૂમોની ચાવીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જોકે એના વિરોધમાં શિવસેનાના વિધાનસભ્ય અજય ચૌધરીએ ફરિયાદ કરી હતી. જે ઈમારતમાં રૂમ કેન્સરગ્રસ્તો માટે અનામત રાખવામાં આવવાના હતા એ ઈમારતના રહેવાસીઓની ફરિયાદ હોવાનું જણાવતા મુખ્યમંત્રીએ આ પ્રસ્તાવને સ્ટે આપ્યો છે. આ નિર્ણય લેવા પહેલાં રાષ્ટ્રવાદીના કોઈ પણ નેતા સાથે ચર્ચા કરી નથી અને આપમેળે જ નિર્ણય લઈને સ્ટે આપ્યો હોવાથી મહાવિકાસ આઘાડીમાં નવો વિવાદ ઊભો થયો હતો. જોકે એ પછી મુખ્યમંત્રીએ ડેમેજ કંટ્રોલ કરતા બોમ્બે ડાઈંગની જગ્યામાં 100 ઘર ફાળવ્યા હતા.

કેન્સરગ્રસ્તો માટે અહીં જગ્યા આપવામાં આવે છે છતાં એના લીધે સ્થાનિક નાગરિકોના આરોગ્યને જોખમ છે. એના વિરોધમાં મહિલાઓ રસ્તા પર ઉતરી હતી. આ સંદર્ભે ગૃહનિર્માણ મંત્રી પાસે સમસ્યા જણાવી હતી, પત્ર લખ્યા. તેમના પીએમઓને મળ્યો પણ હું મુખ્યમંત્રી પાસે જાઉં ત્યાં સુધી તેમણે આ બાબતની નોંધ ન લીધી એમ શિવસેનાના વિધાનસભ્ય અજય ચૌધરીએ જણાવ્યું હતું. જે સમયે આ નિર્ણય લેવાયો એ સમયે સ્થાનિક મહિલાઓએ મ્હાડાના સીઈઓને ઘેર્યા હતા એમ ચૌધરીએ ઉમેર્યું હતું.રૂમ શા માટે અનામત રાખવામાં આવ્યા હતા? - સંપૂર્ણ દેશમાંથી પરેલની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં કેન્સગ્રસ્ત દર્દીઓ સારવાર માટે આવે છે.

બોમ્બે ડાઈંગમાં 100 ઘર
મુખ્યમંત્રીએ સ્ટે આપ્યા પછી ગૃહનિર્માણ મંત્રી જીતેન્દ્ર આવ્હાડે પત્રકાર પરિષદ લીધી હતી. ગયા મહિને ટાટા હોસ્પિટલના દર્દીઓને 100 ઘર આપવાનો નિર્ણય મુખ્યમંત્રીની માન્યતા બાદ જ લેવામાં આવ્યો હતો. મ્હાડાના ઘર કોને, કોના હસ્તે આપવાના છે એ મુખ્યમંત્રીને પૂછીને જ નિર્ણય લીધો હતો. સ્થાનિક વિધાનસભ્યના નકાર પછી સ્ટે આપવામાં આવ્યો. જો કે હવે બોમ્બે ડાઈંગની જગ્યામાં 100 આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એમ તેમણે જાહેર કર્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળની બેઠક પહેલાં મને બોલાવીને બીજી જગ્યા શોધવાનું જણાવ્યું હતું. મને ખુશી છે કે સ્ટે આપ્યા પછી એટલા જ ઘર તરત મળ્યા. મારા પર કોઈને ગુસ્સો નથી એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...