ડ્રગ્સ પાર્ટી કેસ:શાહરુખની મેનેજર પૂજાને લાંચની રકમ પાછી આપીઃડિસોઝા કોર્ટમાં

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિસોઝાએ ગોસાવી અને સાઈલને ઠગ ગણાવીને વાનખેડેને ક્લીન ચિટ આપી છે

ડ્રગ્સ પાર્ટી કેસમાં ધરપકડ પછી શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનના છુટકારો માટે શાહરુખની મેનેજર પૂજા દદલાની અને આર્યન સાથેની સેલ્ફી વાઈરલ કરનારો કિરણ ગોસાવી વચ્ચે સોદાબાજીમાં વચેટિયાની ભૂમિકા ભજવવાનો આરોપ છે તે સેમ ડિસોઝાએ હવે આ કેસમાં મુંબઈ પોલીસ દ્વારા ધરપકડથી બચવા માટે મુંબઈ હાઈ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે.

ડ્રગ્સ પાર્ટી કેસમાં આર્યન પાસેથી કોઈ ડ્રગ્સ નહીં મળી આવ્યું હોવાથી તેના છુટકારા માટે ગોસાવીને રૂ. 50 લાખ આપવામાં આવ્યા હતા એવા કેસના સાક્ષીદાર નંબર 1 પ્રભાકર સાઈલના આરોપ સાથે અમુક અંશે ડિસોઝાનું નિવેદન મળતું આવે છે. જોકે તેણે પોતે કશું ખોટું કર્યું નથી અને આર્યનની ધરપકડના ચોંકાવનારા સમાચાર આવ્યા પછી તે લાંચના પૈસા દદલાનીના પતિ થકી દદલાની પાછા મળે એવી ખાતરી રાખી હતી એવો દાવો ડિસોઝાએ કર્યો છે. ડિસોઝાએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને ક્લીન ચિટ આપી હતી, જ્યારે આ પ્રકરણમાં કિરણ ગોસાવી અને સાઈલ પોતે જ ઠગ છે એવો દાવો કર્યો હતો.

અગાઉ સાઈલે ફોન પર સાંભળેલા વાર્તાલાપને આધારે દાવો કર્યો હતો કે આર્યનને છોડાવવા માટે રૂ. 18 કરોડનો સોદો થયો હતો, જેમાંથી રૂ. 8 કરોડ વાનખેડેને અને બાકી અન્યોમાં વહેંચાઈ જવાના હતા. સાઈલે એનસીબી અધિકારીએ 10 કોરા કાગળ પર સહી લીધી હોવાનો પણ આરોપ કર્યો હતો. સાઈલ વળી ગોસાવીનો બોડીગાર્ડ હતો.

ડિસોઝાએ લેક્સ રેક્સ જ્યુરિસ્ટ થકી અરજી દાખલ કરી છે. તેમાં તેણે જણાવ્યું છે કે કિરણ ગોસાવી ઠગ છે એવી જાણ થતાં તેમની પાસેથી પૈસા પાછા લેવા અને પોતાની છબિ બચાવવાનો એકમાત્ર ઉદ્દેશ હતો. આથી વચેટિયા સુનિલ પાટીલઅને કિરણ ગોસાવીનો સંપર્ક કર્યો હતો. તેમની પાસેથી પૈસા લીધા હતા અને તે પૂજા દદલાની પતિ થકી પૂજાને પાછા સોંપી દીધા હતા. ગોસાવીના મોબાઈલ પર એસડબ્લ્યુ2 તરીકે નંબર સેવ હતો, જે બતાવતું હતું કે ગોસાવી ટોચના એનસીબી અધિકારીઓ સાથે સંકળાયેલો છે. જોકે ટ્રુ કોલર પોપમાં પ્રભાકર સાઈલનું નામ દેખાતું હતું.

દદલાની ગોસાવીને કઈ રીતે મળીસ
ડિસોઝા અનુસાર તે સ્ટોન ક્વેરીના વેપારનો કન્સલ્ટન્ટ છે. 1 ઓક્ટોબરે વેપારમાં લાયેઝનિંગ કરનારા સુનિલ પાટીલે તેનો સંપર્ક કર્યો હતો. પાટીલે કોર્ડેલિયા ક્રુઝ પર ડ્રગ્સ કેસમાં સેલિબ્રિટીઓની સંડોવણી વિશે જાણ કરી હતી એવો દાવો ડિસોઝાએ કર્યો છે. પાટીલની માગણી પર એનસીબી અધિકારીનો ફોન નંબર આપ્યો હતો. આ પછી ગોસાવી અને ભાજપના કાર્યકર્તા મનીષ ભાનુશાલી થકી આર્યનની ધરપકડ થઈ છે એવી જાણકારી મળી હતી અને આર્યન દદલાની સાથે વાત કરવા માગે છે એવી માહિતી મળી હતી.

ડિસોઝાએ શું માગણી કરી છે
ડિસોઝા વતી વકીલે કોઈ પણ કઠોર પગલાં લેવાના ત્રણ દિવસ પૂર્વે સૂચના આપવી અને આગોચરા જામીન માટે અરજી કરવામાં આવી છે. આ પ્રકરણમાં ખંડણીના આરોપ પછી મહારાષ્ટ્ર સરકારે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) રચી છે, જેના દ્વારા ધરપકડની બીક ડિસોઝાને છે. ગોસાવી હાલમાં પુણેમાં છેતરપિંડીના કેસમાં કસ્ટડીમાં છે. અગાઉ હાઈ કોર્ટે વાનખેડેને તેમની સામે કોઈ પણ કઠોર પગલાં લેવાના ત્રણ દિવસ પૂર્વે સૂચના અપાશે એવો આદેશ એસઆઈટીને આપ્યો છે.

આ રીતે લેણદેણ થઈ હતી
હું દદલાની અંગત રીતે જાણતો નહોતો. એક આપસી હોટેલિયર મિત્ર થકી દદલાનીનો સંપર્ક કર્યો અને લોઅર પરેલમાં દદલાની મળ્યો હતો. દદલાનીએ તે સમયે પોતે નિર્ણય લેશે એમ કહ્યું હતું. દદલાનીનો પતિ પણ તે સમયે હાજર હતો. તે સમયે ગોસાવીએ દદલાનીને એક યાદી બતાવી, જેમાં આર્યનનું નામ નહોતું. ગોસાવીએ દદલાનીને કહ્યું કે આર્યન પાસેથી ડ્રગ્સ મળ્યું નથી. આથી તેના છુટકારા માટે મદદ કરી શકે છે. દદલાની અને ગોસાવી વચ્ચે પ્રાઈવેટમાં વાત થઈ હતી. 3 ઓક્ટોબરે આર્યન સામે એફઆઈઆર દાખલ થઈ હોવાની જાણકારી મળતાં ચોંકી ગયો હતો. આ પછી પાટીલે કહ્યું કે ગોસાવીએ સાઈલ થકી દદલાની પાસેથી રૂ. 50 લાખ લીધા છે. તે પછી ગોસાવી ઠગ હોવાની જાણ થતાં રૂ. 50 લાખ મેળવીને પાછા આપી દીધા હતા, એવો દાવો ડિસોઝાએ કર્યો હતો. જસ્ટિસ એસ જે કાથાવાલા અને એસ તાવડેની ખંડપીઠ સામે આ અરજી સુનાવણી માટે આવવાની છે.

અન્ય સમાચારો પણ છે...