ક્રુઝ ડ્રગ પ્રકરણ:શાહરૂખની મેનેજર પૂજાને ત્રીજી વાર સમન્સ મોકલવાની તૈયારી

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તબિયત બરાબર ન હોવાનું જણાવતા પૂજાએ હાજર થવા વધુ સમય માગ્યો

ક્રુઝ ડ્રગ પ્રકરણના પંચ પ્રભાકર સાઈલના એફિડેવિટ સાથે જ અન્ય ફરિયાદો પછી મુંબઈ પોલીસે આ પ્રકરણની તપાસ કરવા માટે સ્પેશિયલ ઈન્કવાયરી ટીમ (એસઆઈટી) તૈયાર કરી છે. આ ટીમે ફરીથી તપાસ શરૂ કરી પણ તપાસ બંધ પડી કારણ કે બીજી વખત સમન્સ બજાવવા છતાં શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની તપાસ માટે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થઈ નહોતી. તેથી હવે આ પ્રકરણની આગળ શું કાર્યવાહી કરવી એના માટે મુંબઈ પોલીસે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પૂજા દદલાનીનો જવાબ આ પ્રકરણની તપાસ અને એફઆઈઆર રજિસ્ટર કરવા માટે ખૂબ જરૂરી છે. પૂજા દદલાનીએ પોતાની તબિયત બરોબર ન હોવાનું જણાવતા મુંબઈ પોલીસ સમક્ષ પૂછપરછ માટે હાજર થવા હજી વધુ સમય માગ્યો છે.

મુંબઈ પોલીસ તરફથી નિમવામાં આવેલી એસઆઈટીએ આ પ્રકરણની તપાસ દરમિયાન મળેલી તમામ બાબતોની માહિતી મુંબઈ પોલીસ કમિશનર હેમંત નગરાળેને આપી છે. એસઆઈટી હવે ટૂંક સમયમાં પૂજાને ત્રીજું સમન્સ મોકલશે. પૂજા ત્રીજા સમન્સ પછી પણ મુંબઈ પોલીસ હાજર નહીં થાય તો મુંબઈ પોલીસ કાયદાકીય કાર્યવાહી કરશે. ઉપરાંત 15 નવેમ્બરના મુંબઈ પોલીસે સેમ ડીસોઝાનો જવાબ નોંધ્યો છે. અત્યાર સુધી આ પ્રકરણે મુંબઈ પોલીસે કુલ 20 જણના જવાબ નોંધ્યા છે.

સમીર વાનખેડેની અડચણો વધી
દરમિયાન આ 6 પ્રકરણોની તપાસ કરવા માટે એસઆઈટીની ટીમ દિલ્હીથી મુંબઈ પહોંચી છે. આ ટીમમાં 13 અધિકારીઓનો સમાવેશ છે. આ ટીમનું નેતૃત્વ સંજય સિંહ કરે છે. આ ટીમમાં એક એડી, બે એસપી, 10 આઈઓ અને જેઆઈઓ છે. બીજી તરફ એનસીબી અધિકારીઓ પર કરવામાં આવતા આરોપોની તપાસ કરવા માટે એક ટીમ મુંબઈ પહોંચી છે. દરમિયાન ક્રુઝ ડ્રગ્ઝ પ્રકરણે સમીર વાનખેડેની અડચણો વધી છે. એના પર અનેક આરોપ કરવામાં આવી રહ્યા છે. એનસીબીની વધુ એક ટીમ આ પ્રકરણે પોતાની તપાસ શરૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...