પોલીસ કાર્યવાહી:મુંબઈમાં સેક્સ રેકેટ પકડાયું: બે સગીરા સહિત 6 જણનો છુટકારો

મુંબઇ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક સગીરાના પિતા સહિત છ જણની ધરપકડ

મુંબઈ પોલીસે બે અલગ અલગ કાર્યવાહીમાં સેક્સ રેકેટ પકડી પાડીને બે સગીરા સહિત છ જણનો છુટકારો કર્યો હતો, જ્યારે એક સગીરાના પિતા સહિત છ જણની ધરપકડ કરી છે. પ્રથમ કિસ્સામાં ક્રાઈમ બ્રાન્ચની સમાજસેવા શાખાએ સેક્સ રેકેટ પકડી પાડ્યું હતું. રાહુલ ઠાકુર વર્મા (29) ફેસબુક અને વ્હોટ્સએપ જેવાં સોશિયલ મિડિયા મંચો પર ગ્રાહકોનો સંપર્ક કરીને તેમને વેશ્યાગમન માટે સગીર છોકરીઓ પૂરી પાડે છે એવી માહિતી મળી હતી, જેને આધારે ગ્રાહકના સ્વાંગમાં પોલીસને મોકલવામાં આવ્યો હતો, જેમાં રાહુલે એડવાન્સ તરીકે રૂ. 20,000 માગ્યા હતા. આ પછી ગોરેગાવ પશ્ચિમમાં મહિલાને મોકલાવી હતી. તેમાં એક સગીરા તેની માતા સાથે આવી હતી જ્યારે બીજી તેના પિતા સાથે આવી હતી. પોલીસે રાહુલ, જિતેન્દ્ર ગૌતમ (31) સહિત ચાર જણની ધરપકડ કરી હતી, જ્યારે બે સગીરા સહિત ચાર મહિલાનો છુટકારો કર્યો હતો. એક સગીરાની માતાની ખરેખર સંડોવણી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

એક સગીરા મુંબઈની છે, જ્યારે અન્ય એક ઉત્તર પ્રદેશના મથુરાની છે. બંને ગરીબ પરિવારની છે. 22 અને 26 વર્ષની અન્ય બે યુવતી મથુરાની છે. ચારેયને મહિલા આશ્રયઘરમાં મોકલી અપાઈ છે, એમ પોલીસે જણાવ્યું હતું.દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-7 દ્વારા સાકીનાકાની અબરૂન અમજદ ખાન ઉર્ફે સારા (40) અને ઐરોલીની વર્ષા દયાલાલ પરમાર (34)ની ગ્રાહકોને વેશ્યાઓ પૂરી પાડવા માટે ધરપકડ કરી છે. આ સાથે એક 19 વર્ષની ગોવંડીની અને 25 વર્ષની ઘાટકોપર પૂર્વની યુવતીઓનો છુટકારો કર્યો છે.

મહિલા એજન્ટોએ પોલીસે મોકલાવેલા ગ્રાહકને જણાવ્યું કે મુંબઈ પોલીસ વેશ્યાવ્યવસાય કરનાર પર કાર્યવાહી કરે છે. આથી યુવતીઓને ફલાઈટ થકી ગોવામાં મોકલી શકાશે, એમ જણાવ્યું હતું. એક યુવતી દીઠ આશરે રૂ. 2 લાખ માગ્યા હતા. આ પછી પોલીસે બંને મહિલા એજન્ટોને ગ્રાહકના સ્વાંગમાં ગયેલા પોલીસ સાથે સોદો કરતી વખતે રંગેહાથ ઝડપી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...