કાર્યવાહી:મલાડમાં ઘરફોડુઓની ધરપકડ સાથે અનેક કેસનો ઉકેલ આવ્યો

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ પર સ્પ્રે મારી ભાગવાનો પ્રયાસ કરતો હતો

તાનાજી નગરમાં વાઈન શોપમાં 25 ડિસેમ્બરે થયેલી ઘરફોડીની તપાસ કરવા દરમિયાન પોલીસને હાથ રીઢા ઘરફોડુઓ લાગ્યા છે. એક જ મોડસ ઓપરેન્ડીથી ઘરફોડીની અનેક ઘટનાઓ પછી પોલીસે તપાસ સઘન બનાવી હતી. 30 ડિસેમ્બરે પેટ્રોલિંગ કરવા સમયે ઋચિકા પેલેસ, આદર્શનગર, મલાડ પૂર્વ ખાતે રિક્ષામાં પાંચ જણને શંકાસ્પદ હિલચાલ કરતા હવાલદાર વિક્રમ વેદાંતેએ જોયા હતા. આથી ક્રાઈમ બ્રાન્ચને જાણ કરી હતી. દરમિયાન રિક્ષા પાસે જઈને પૂછપરછ કરતાં આરોપીઓ અંધારાનો લાભ લઈને સાંકડમુકડ ગલીઓમાંથી ભાગી છૂટ્યા હતા.

હવાલદારે તેમાંથી એકને પકડી લીધો હતો. ભાગવાના પ્રયાસમાં આરોપીએ પેપર સ્પ્રે હવાલદારની આંખોમાં સ્પ્રે કર્યો હતો. આ સાથે જમા હાથના પંજા પર માર માર્યો હતો. સદનસીબે તે જ સમયે ક્રાઈમ બ્રાન્ચની ટીમ આવતાં રોપીને ઝડપી લવાયો હતો. તેણે પોતાના એક સાગરીતનું નામ જણાવતાં તેની પણ ધરપકડ કરાઈ છે.આરોપીમાં માલવણીમાં રહેતા હારુણ જૈદુલ સરદાર (35)ને માથે મુંબઈનાં વિવિધ પોલીસ સ્ટેશનની હદમાં 46 ઘરફોડીના ગુના નોંધાયેલા છે. તેના સાગરીત માલવણીમાં જ રહેતા રાજ જિયાલાલ દિવાકર (24) સામે મલાડ, કાંદિવલી, માલવણીમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

આમ ઘરફોડીની તપાસમાં રીઢા ગુનેગારો હાથ લાગ્યા છે. તેમના સાગરીતોની શોધ ચાલુ છે. ડીસીપી સોમનાથ ઘાર્ગેની આગેવાનીમાં પ્રભારી સિનિયર પીઆઈ ચાળકે, પિતળે, ગિજે, રાવરામે, હવાળે, સાળવી, તાંબે, તાંબોળી, સકટ, વેદાંતેએ આ કામગીરી પાર પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...