તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:લાખ્ખોના ડ્રગ સાથે ગુજરાતી સહિત સાત લોકોની ધરપકડ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

એનસીબી મુંબઈ દ્વારા ડ્રગ તસ્કરો પર તવાઈ ચાલુ રાખવામાં આવી છે. 14-15 જૂનની મધરાત્રે એનસીબીએ મુંબઈ થાણામાં વ્યાપક દરોડા પાડીને લાખ્ખોના ડ્રગ સાથે ગુજરાતી સહિત સાત જણની ધરપકડ કરી છે. રૂ. 4.40 લાખની રોકડ સાથે 17.3 કિલો ચરસ જપ્ત કરવામાં આવ્યું છે. આ પ્રકરણે અમિત પ્રકાશ પટેલ, કમલેશ ગુપ્તા, રાજવિંદર સિંહ, ગુરમિત સિંહ, નૂર મહંમદ જુમ્માન, શબીર ઉસ્માન શેખ, નિઝામુદ્દીન અહમદ તાઝાનો સમાવેશ થાય છે.વિશ્વસનીય માહિતીને આધારે દાદરમાં ગુરુદ્વારા નજીકથી ગુપ્તા, પટેલ, રાજવિંદર, ગુરમિતની 2 કિલો ચરસ અને રૂ. 2.20 લાખની રોકડ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીઓએ ડ્રગની લેણદેણ કરવા માટે ગુરુદ્વારની અંદર લોજમાં રૂમ બુક કરાવી રાખ્યો હતો. રાજવિંદર અને ગુરમિત પંજાબથી ટુ-વ્હીલર પર મુંબઈ આવ્યા હતા. તેમના બેકપેકમાં ડ્રગ છુપાવીને લાવ્યા હતા. ગુપ્તાની માહિતીને આધારે ચૂનાભટ્ટીમાં નૂર મહંમદ જુમ્માનના ઘરે દરોડા પાડીને 3.3 કિલો ચરસ અને રૂ.2.20 લાખ જપ્ત કરાયા હતા, જે ચરસ કાશ્મીરથી લાવવામાં આવ્યું હતું.

બીજી કાર્યવાહીમાં થાણેમાં પડઘા ખાતે અર્જુન અલી ટોલ પ્લાઝા પાસેથી શબીર ઉસ્માન શેખ અને નિઝામુદ્દીન અહમદ તાઝાની 12 કિલો ચરસ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ પણ જમ્મુ- કાશ્મીરથી લવાયું હતું. ચાર દિવસ સુધી છટકું ગોઠવીને આરોપીઓને આખરે ઝડપી લેવાયા હતા, એમ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...