આરોપ સિદ્ધ કરવામાં નિષ્ફળ:મુંબઈના થાણે વિસ્તારમાં 2011માં થયેલી સશસ્ત્ર લૂંટના કેસમાં સાત આરોપીઓનો છુટકારો

મુંબઇ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

10 વર્ષ જૂના સશસ્ત્ર લૂંટના કેસમાં ફરિયાદ પક્ષ દ્વારા આરોપ સિદ્ધ કરવામાં નિષ્ફળ જતાં થાણેની વિશેષ મકોકા કોર્ટે સાત આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા. વિશેષ જજ વી વાય જાધવે ગુરુવારે આ આદેશ આપ્યો હતો.

બચાવ પક્ષના વકીલ પૂનિત માહિમકરે કોર્ટને જણાવ્યું કે આરોપીઓ સશસ્ત્ર લૂંટમાં સંડોવાયેલા નહોતા. જેલમાં આરોપીઓની ઓળખપરેડ અને તેમને સામે મકોકા ધારા લાગુ કરાઈ તેની સામે તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો. છુટકારો પામેલા આરોપીઓ દાદરા અને નગર હવેલી જિલ્લાના સિલ્વાસા, દહાણુ, તલાસરી અને બોઈસરના રહેવાસી છે.

તેમાં બે શ્રમિક, એક ખેડૂત, એક કરિયાણાવાળો, એક ઓટોરિક્ષા ડ્રાઈવર અને સુથારનો સમાવેશ થતો હતો. ફરિયાદ પક્ષ અનુસાર 6 જુલાઈ, 2011ના પરોઢિયે 2 વાગ્યે આરોપીઓ છરા અને અન્ય શસ્ત્રો સાથે પાલઘર જિલ્લાના નાગઝરી ગામ નજીક હાઈવે પર પેટ્રોલપંપ પર ઘૂસી આવ્યા હતા અને રૂ. 20,100ની લૂંટ ચલાવી હતી. આરોપીઓની ધરપકડ પછી ભારતીય ફોજદારી સંહિતા, શસ્ત્ર ધારા અને મકોકા ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...