તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:સેવાભાવી મારવાડી જૈનનું કોરોનાના સંક્રમણથી મૃત્યુ, પરિવારના 11માંથી કુલ 6 સભ્યોને સંક્રમણ

મુંબઈ10 મહિનો પહેલાલેખક: જયેશ શાહ
 • કૉપી લિંક
 • પરિવારના વડીલની દેખરેખ માટે આવતા વોર્ડબોયથી અન્ય 5 સભ્યો સંક્રમિત

મધ્ય મુંબઇના ચેમ્બુરમાં ત્રણ ભાઈઓના સંયુક્ત પરિવારમાં રહેતા અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા મારવાડી જૈન દેરાવાસી ઓસવાળ સમાજના 52 વર્ષના હસમુખ ચમ્પાલાલજી બંબોલીનું કોવિડ-19 મહામારીને કારણે બુધવારે મૃત્યુ થયું છે. આ પરિવારના 11માંથી કુલ 6 સભ્યોને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. પરિવારના ભોમી ચમ્પાલાલજી બંબોલીની ઉમર 90 વર્ષની છે અને તેમને દેખરેખ માટે ઘરે આવતા વોર્ડબોય થકી કોરોનાનું સંક્રમણ આ મારવાડી પરિવારમાં ફેલાયું હતું. 
સંક્રમણ બન્ને ભાઇઓ અને અન્ય ઘરના સભ્યોમાં ફેલાયું
રાજસ્થાનના રાણી સ્ટેશન ગામના વતની અને ચેમ્બુરના શ્રી ઋષભદેવ જૈન યુવક મંડળના ટ્રસ્ટી અને સેવાભાવી કાર્યકર હસમુખ બંબોલીના મિત્ર રવીન્દ્ર ભંડારીએ “દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું કે, હસુમખભાઇનો પરિવાર સંયુકત કુટુંબમાં રહે છે. તેઓની ચેમ્બુર સ્ટેશનની સામે ઓટોબા ફર્નિશિંગ અને સર્વોદય વસ્ત્ર ભંડાર નામે દુકાનો છે. હસભુખભાઇના પિતાને માલિશ તેમ જ અન્ય દેખરેખ માટે એક વોર્ડબોય નિયમિત ઘરે આવતો હતો. એ વોર્ડબોયને એક દિવસ તાવ આવતાં તેણે ઘરે આવવાનું બંધ કરાવી દીધું હતું. આ પછી પરિવારના બન્ને નાના ભાઇઓ પારસ અને હસુમખભાઇ પિતાની  દેખરેખ અને માલિશ કરતા હતા. છ દિવસ પહેલાં જ આ બન્ને ભાઇઓને ઓચિંતાનો તાવ શરૂ થતાં તેઓએ ડોકટરની સલાહ લીધી હતી. બાદમાં પાછળથી ખબર પડી હતી કે ઘરે આવતા વોર્ડબોયને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું અને તેને કારણે ચમ્પાલાલજી સાથે સંક્રમણ આ બન્ને ભાઇઓ અને અન્ય ઘરના સભ્યોમાં ફેલાયું હતું.
ગરીબો માટે ફૂડ વિતરણ સહિતની સેવાભાવી કામગીરીમાં તે હંમેશાં અગ્રેસર રહેતો
આ પરિવારમા ત્રણ ભાઇઓ ધીરજ, પારસભાઇ પત્ની, પારસભાઇ તેમનાં પત્ની અને બે દીકરા અને હસમુખભાઈ, તેમની પત્ની અને તેમના બે બાળકો અને પિતા સથે કુલ 11 જણ સંયુકત પરિવારમાં રહે છે.બાદમા તમામ  લોકોએ કોવિડ-19નું પરીક્ષણ કરાવતાં પારસભાઇ અને પત્ની નિમા તેમ જ તેના બે દીકરામાંથી એકને તેમ જ હસમુખભાઇ અને પત્ની મમતા અને પિતા ચમ્પાલાલજી સહિત છ જણ સંક્રમિત થઇ ગયા હતા અને અન્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. એથી તેઓ તમામ હોમ કવોરન્ટાઇનમાં રખાયા હતા. જયારે પારસભાઇ અને હસમુખભાઇને કે.જે. સોમૈયા હોસ્પિટલમાં તેમ જ અન્ય સભ્યોને જુદી જુદી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા હતા. હસમુખભાઇનું બુધવારે બપોરે મૃત્યુ થયું હતું. ચમ્પાલાલજી બંબોલી ચેમ્બુર જૈન મંદિરના આજીવન ટ્રસ્ટી છે, પરંતુ હસમુખભાઇ સવાયો સેવાભાવી હતો. બ્લડ ડોનેશન કેમ્પ હોય કે અનાથ આશ્રમમાં રહેતા લોકો સાથે હોળીની ઉજવણી અને ગરીબો માટે ફૂડ વિતરણ સહિતની સેવાભાવી કામગીરીમાં તે હંમેશાં અગ્રેસર રહેતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો