મુંબઈમાં જાતીય અત્યાચારના ગુના હેઠળ મીરા ભાઈંદર પોલીસે આરોપી કલ્પેશ દેવધરેની ધરપકડ કરી હતી. આ આરોપી વિરુદ્ધ 18 ગુના દાખલ થયેલા છે. આરોપીને પકડવા માટે પોલીસે 200થી વધારે સીસી ટીવી ફૂટેજ સ્કેન કરીને ચેક કર્યા હતા. મીરા ભાઈંદર પોલીસની કાશીમીરા ગુના શાખાના યુનિટ-1ની ટીમે એક 30 વર્ષના યુવકની જાતીય અત્યાચાર પ્રકરણે ધરપકડ કરી હતી. આરોપી પર મુંબઈ અને ઉપનગરોમાં જાતીય અત્યાચારના 18 ગુના દાખલ થયેલા છે. આરોપી વ્યવસાયે ડ્રાઈવર છે અને કાંદિવલીમાં રહે છે.
એની વિરુદ્ધ 18 એપ્રિલ 2022ના નયાનગર પોલીસ સ્ટેશનમાં 9 વર્ષની સગીર છોકરી સાથે દુષ્કર્મ કર્યા પ્રકરણે કલમ 376 અને જાતીય ગુનાથી બાળકોનું સંરક્ષણ કાયદો 2012ની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ કાંદિવલી, દિંડોશી, પંતનગર, ગોરેગાવ, ચુનાભઠ્ઠી, પાર્કસાઈટ, કસ્તુરબા, બાંગુરનગર, પવઈ, માણિકપુર, ગોવંડી, ડી.એન.નગર, સાયન, વિલેપાર્લે અને કુરાર સહિત બીજા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ છે. આરોપી 16 અને 17 વર્ષનો હતો ત્યારે તેના પરિસરના વીડિયો પાર્લરમાં પોર્ન જોવાની આદત પડી હતી એમ આરોપીઓ તપાસમાં કબૂલ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.