તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરની તૈયારી:જમ્બો સેન્ટરોમાં બાળકો માટે અલગ વિભાગ

મુંબઇ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • તૈયારીના ભાગ રૂપે 4 નવા સેન્ટરોમાં 250 બેડ્સની વ્યવસ્થા કરાશે

કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે ચાર નવી જમ્બો હોસ્પિટલો ઊભી કરતા એ ઓછામાં ઓછા એક વર્ષથી વધુ સમય ટકે એવી રચના કરવામાં આવશે. તેમ જ આ હોસ્પિટલોમાં નાના બાળકો માટે ઓછામાં ઓછા 50 બેડની વ્યવસ્થા કરવામાં આવશે અને જરૂરિયાત અનુસાર 250 બેડ સુધી ક્ષમતા વધારી શકાશે એમ અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.

મુંબઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી ઓછી થઈ રહી છે. પણ સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે મહાપાલિકાએ જમ્બો હોસ્પિટલોની ક્ષમતા વધારવાનો તેમ જ સશક્તીકરણનું કામ શરૂ કર્યું છે. અત્યારે મહાપાલિકાની 8 જમ્બો હોસ્પિટલોમાં કુલ 10,830 બેડ છે. એમાં આઈસીયુમાં 872 અને વેન્ટિલેટરના 574 બેડ છે. આ જમ્બો હોસ્પિટલો ઊભી કરતા લગભગ છ મહિનાનો સમય વિચારીને ઊભી કરવામાં આવી હતી. તાજેતરમાં આવેલા ચક્રવાત પછી આ આઠેય જમ્બો હોસ્પિટલોને મજબૂત કરવાનું કામ નવેસરથી થઈ રહ્યું છે. એમાં બીકેસી, નેસ્કો ફેઝ 1 અને 2, દહિસર ખાતે 2, નેસ્કો ડોમ મુલુંડ અને સેવન હિલ્સનો સમાવેશ છે.

હવે નવેસરથી મલાડ, કાજુરમાર્ગ, સાયન અને મહાલક્ષ્મીમાં જમ્બો હોસ્પટિલો ઊભી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...