ભાસ્કર વિશેષ:KEM હોસ્પિટલમાં 10 % બેડનો અલગ પેઈડ વોર્ડ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી હોસ્પિટલની જેમ દરજ્જાવાળી આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવશે

મહાપાલિકાની કેઈએમ હોસ્પિટલમાં હવે ખાનગી હોસ્પિટલની જેમ જ સારવાર મળશે. એના માટે 10 ટકા બેડનો જુદો વોર્જ તૈયાર કરવામાં આવશે. આ પેઈડ બેડ ઉપક્રમના કારણે ખાનગી હોસ્પિટલને અગ્રતા આપતા દર્દીઓને પણ મહાપાલિકાની હોસ્પિટલમાં દરજ્જાવાળી સારવાર મળશે. કેઈએમમાં પ્રયોગ સફળ થશે તો મહાપાલિકાની મોટી હોસ્પિટલ સહિત ઉપનગરીય હોસ્પિટલોમાં આવી સુવિધા શરૂ કરવામાં આવશે એવી માહિતી અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ આપી હતી.

મુંબઈ મહાપાલિકાની કેઈએમ, નાયર, સાયન અને કૂપર જેવી મોટી હોસ્પિટલો છે. ઉપરાંત કસ્તુરબા સ્પેશિયલ વાઈરસ હોસ્પિટલ સહિત 16 ઉપનગરીય હોસ્પિટલો, પ્રસુતિગૃહ, દવાખાનાઓ છે. ત્યાં મહાપાલિકાના માધ્યમથી મફત સારવાર મળે છે. તેથી મહારાષ્ટ્ર સહિત દેશના ખૂણેખાંચરેથી ગરીબ દર્દીઓ સારવાર માટે દાખલ થાય છે. મોટા ભાગનો સમય મહાપાલિકા હોસ્પિટલના તમામ બેડ પર દર્દી દાખલ થયેલા હોય છે. તેથી મુંબઈને અનેક દર્દી ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાનું પસંદ કરે છે. હવે મહાપાલિકા ખાનગી હોસ્પિટલની જેમ 10 ટકા પેઈડ બેડ ઉપક્રમ શરૂ કરશે. રૂપિયા ભરીને ખાનગી હોસ્પિટલની જેમ મહાપાલિકની દરજ્જાવાળી આરોગ્ય સુવિધા લેનારાઓ માટે આ ઉપક્રમ ફાયદાકારક રહેશે એમ કાકાણીએ જણાવ્યું હતું.

મહાપાલિકાની તમામ હોસ્પિટલમાં મળીને કુલ 12 હજાર બેડ છે. એમાં વેન્ટિલેટર્સ, આઈસીયુ બેડનો પણ સમાવેશ છે. નવા ઉપક્રમમાં પણ 10 ટકા બેડમાં આઈસીયુ અને વેન્ટિલેર્ટસનો સમાવેશ હશે. મહાપાલિકાના નિષ્ણાત ડોકટર જ આ વોર્ડના દર્દીઓની સારવાર કરશે. ઉપરાંત ખાનગી હોસ્પટિલની જેમ સ્વચ્છતા, સગાસંબંધીને રહેવાની વ્યવસ્થા હશે. કેઈએમ સહિત મહાપાલિકાની અન્ય હોસ્પિટલોમાં આ પેઈડ બેડની વ્યવસ્થા કરવાની પ્રશાસનની ઈચ્છા છે. મહાપાલિકા સભાગૃહની મંજૂરી પછી એની અમલબજાવણી થશે. સામાન્ય શુલ્ક કરતા વધુ શુલ્ક હોવાથી મહાપાલિકાને આવક પણ મળશે.

અન્ય સમાચારો પણ છે...