તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:કોંગ્રેસના વરિષ્ઠ નેતા કૃપાશંકર સિંહનો આખરે ભાજપમાં પ્રવેશ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંધુદુર્ગમાં અમિત શાહ સાથે મુલાકાત બાદ પ્રવેશનો માર્ગ મોકળો થયો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કૃપાશંકર સિંહે બુધવારે આખરે ભાજપમાં પ્રવેશ કર્યો છે. ભાજપના વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ, પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ સહિત અન્ય આગેવાનોની હાજરીમાં કૃપાશંકરે ભાજપમાં વિધિસર પ્રવેશ કર્યો. કૃપાશંકર મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યના ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે. ઉત્તર ભારતીયોમાં જબરદસ્ત પકડ હોવાથી ભાજપને તેનો બહુ લાભ થશે એમ માનવામાં આવે છે.

છેલ્લાં અનેક વર્ષથી તેઓ ભાજપમાં પ્રવેશવાની ચર્ચા ચાલતી હતી. 370 કલમ અંગે જનજાગૃતિમાં કામ કર્યું તેથી તેમને પ્રવેશ આપ્યો, એમ ફડણવીસે આ સમયે જણાવ્યું હતું. યતીન કદમે પણ આ સમયે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.શક્તિશાળી લોકો અમારા પક્ષમાં પ્રવેશ કરી રહ્યા છે તે મારા માટે ખુશીની વાત છે. મેં તે સમયે કહ્યું હતું કે મોટી તક છે. ભાજપ વિરુદ્ધ જ્યાં લોકો એકત્ર આવે છે ત્યાં ભાજપ વધે છે.

આથી 1-2 ટર્મ સત્તા નહીં હોય તો અમે વિચાર કરીને બેસી રહેતા નથી. 370 કલમનો મુદ્દો આવ્યો ત્યારે કૃપાશંકરમાં રાષ્ટ્રવાદ જાગ્યો અને તે સમયે તેમને લાગ્યું કે ભારતને એક સંઘ બનાવવા માટે મોદી પ્રયાસ કરતા હોય તો તેમાં યોગદાન આપવું જોઈએ. તેમણે કોંગ્રેસ છોડીને 21 મહિના વીતી ગયા છે. આ સમયગાળામાં તેઓ 370 કલમ વિશે જનજાગૃતિ કરતા હતા, એમ ફડણવીસે જણાવ્યું હતું.

ફડણવીસે મને ક્યારેય મુશ્કેલીમાં મૂક્યા નહોતા. મંત્રી હતો ત્યારે તેઓ પ્રશ્ન પૂછતા. હું તેમને પછી ઉત્તર આપું છું એમ કહેતો અને તેઓ માની જતા હતા. આથી મેં નક્કી કર્યું કે રાજકારણ ભાજપમાં રહીને જ કરવું જોઈએ. તમે મારી પર એક વાર વિશ્વાસ રાખો હું તે સાર્થક કરીને બતાવીશ, એમ કૃપાશંકરે આ સમયે જણાવ્યું હતું.

સિંધુદુર્ગનો કાર્યક્રમ મહત્ત્વપૂર્ણ ઠર્યો
છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાં આપસી સંઘર્ષને લઈ છેલ્લાં થોડાં વર્ષથી કોંગ્રેસ છોડીને રાજકારણના મુખ્ય પ્રવાહમાં આવવાનો કૃપાશંકર પ્રયાસ કરતા હતા. તેઓ ભાજપમાં પ્રવેશ કરશે એવી સતત ચર્ચા ચગતી હતી. થોડા દિવસ પૂર્વે તેમણે સિંધુદુર્ગમં જઈને ભાજપના સાંસદ નારાયણ રાણેની મેડિકલ કોલેજના ઉદઘાટન પ્રસંગે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત લીધી હતી.

મુંબઈમાં મેળાવડો યોજીને એક લાખ ઉત્તર ભારતીયોને ભેગા કરવાનો છું તેમાં જરૂર આવો એવો અનુરોધ તેમણે અમિત શાહને કર્યો હતો. આખરે આ મુલાકાતમાંથી કૃપાશંકરનો ભાજપમાં પ્રવેશનો માર્ગ નીકળ્યો હતો, એમ રાજકીય નિરીક્ષકો કહે છે.

અન્ય સમાચારો પણ છે...