તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:મુંબઈમાં ઘેરઘેર જઈને વરિષ્ઠ નાગરિકોનું રસીકરણ કરાશે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મુંબઈ મહાપાલિકા દ્વારા ટૂંક સમયમાં વોર્ડ પ્રમાણે કેમ્પ શરૂ કરાશે

મુંબઈગરાઓ માટે રાહતના સમાચાર છે. આગામી અઠવાડિયેથી વોર્ડના રચના અનુસાર રસીકરણનો કેમ્પ શરૂ કરવાનો મુંબઈ મહાપાલિકાનો વિચાર છે. એમાં 70,000 લોકોનું રસીકરણ કરવાનો મહાપાલિકા પ્રયત્ન કરશે. મુંબઈ મહાપાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલે હાઈ કોર્ટમાં પાર પડેલ એક બેઠકમાં આ માહિતી આપી હતી. રસીકરણ સંદર્ભની એક સુનાવણી દરમિયાન મુખ્ય જજ દીપાંકર દત્તાએ આ વાત જાહેર કરી હતી.

મુંબઈમાં વોર્ડ મુજબ રચના અનુસાર કુલ 227 વોર્ડ છે. દરેક વોર્ડમાં એક અનુસાર કેમ્પ શરૂ કરવાની શક્યતા છે. આ ઝુંબેશ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે સગવડદાયક હશે કારણ કે રસીકરણ માટે અત્યારે તેઓ હેરાન થઈ રહ્યા છે. વિદેશમાં અનેક ઠેકાણે ઘેરઘેર જઈને રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. ભારતમાં પણ કેન્દ્ર સરકારે કમસે કમ વરિષ્ઠ નાગરિકો માટે આ સુવિધા શરૂ કરવી જોઈએ.

હાઈકોર્ટે કહ્યું કે આપણા દેશમાં ઉંધી પ્રક્રિયા
જજ ગિરીશ કુલકર્ણીએ આ સમયે જણાવ્યું કે વિદેશમાં રસીકરણ કેન્દ્ર અસ્તિત્ત્વમાં જ નથી. અમેરિકામાં ડ્રાઈવ ઈન પદ્ધતિથી ફાઈઝર રસી નાગરિકોને તેમના વાહનમાં જ મૂકવામાં આવી રહી છે. મોટા પ્રમાણમાં ઘેરઘેર જઈને વરિષ્ઠ નાગરિકોને રસી મૂકવામાં આવી રહી છે. જોકે આપણી પાસે આ બાબતમાં ઉંધી પ્રક્રિયા હોવાનો ટોણો તેમણે માર્યો હતો. અત્યારે અનેક નોંધણીકૃત નાગરિકોને રસી ઉપલબ્ધ ન થવાથી પાછા ફરવું પડ્યું હતું. વરિષ્ઠ નાગરિકો રૂપિયા અને સમય ખર્ચવા છતાં પાછા ફરી રહ્યા છે. આ યોગ્ય નથી એમ હાઈ કોર્ટે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...