હુમલો:નાસ્તો ન આપતાં વરિષ્ઠ નાગરિકે પુત્રવધૂને ગોળી મારી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પુત્રવધૂને પેટમાં ગોળી લાગતાં હાલત ગંભીર

થાણે શહેરમાં નાસ્તો નહીં આપતાં સસરાએ પુત્રવધૂને ગોળી મારી દીધી હતી. પુત્રવધૂ ગંભીર રીતે ઘાયલ થઈ છે.રાબોડી વિસ્તારમાં રહેતી 42 વર્ષીય મહિલાને પેટમાં ગોળી લાગી છે અને થાણેની હોસ્પિટલમાં ગંભીર હાલતમાં તેની પર સારવાર ચાલી રહી છે. રાબોડીના સિનિયર પીઆઈ સંતોષ ઘાટેકરે જણાવ્યું કે આ પ્રકરણે અમે 76 વર્ષીય કાશીનાથ પાંડુરંગ પાટીલ સામે ભારતીય ફોજદારી સંહિતાની કલમ 307 (હત્યાનો પ્રયાસ), 506 (ફોજદારી ગુનો) અને શસ્ત્ર ધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે.

જોકે હજુ સુધી ધરપકડ કરી નથી.આરોપીની અન્ય એક પુત્રવધૂએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. આ મુજબ ગુરુવારે સવારે 11.30 વાગ્યાના સુમારે આ ઘટના બની હતી. આરોપીને ચા સાથે નાસ્તો નહીં આપતાં ગુસ્સો આવ્યો હતો. તેણે પોતાની રિવોલ્વર બહાર કાઢી હતી અને પુત્રવધૂને ગોળી મારી હતી, જેમાં તેને ગંભીર ઈજા પહોંચી છે.અન્ય પરિવારના સભ્યો ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેની પર સારવાર ચાલી રહી છે. હુમલો કરવા માટે કોઈ અન્ય કારણ છે કે કેમ તેની પણ અમે તપાસ કરી રહ્યા છીએ, એમ ઘાટેકરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...