કોર્ટમાં ચુકાદો:ભાવિ પત્નીને અશ્લીલ મેસેજો મોકલવા ગુનો નથીઃ સેશન્સ કોર્ટ

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 36 વર્ષનો આરોપી 11 વર્ષ બાદ નિર્દોષ છુટ્યો

મહિલાઓ પર થનારા અત્યાચારની અલગ અલગ પ્રકારની ફરિયાદો પોલીસ પાસે આવતી હોય છે, જેની પર અલગ અલગ પરિણામ, પ્રતિક્રિયા અને કોર્ટમાં ગયા પછી જુદા જુદા ચુકાદા આવે છે. જોક અમુક કેસમાં કોર્ટ અમુક મહત્ત્વપૂર્ણ નિરીક્ષણો કરે છે, જે નોંધનીય બની જાય છે. આવા જ એક કેસમાં મુંબઈની સેશન્સ કોર્ટે એક 36 વર્ષના આરોપીને 11 વર્ષ બાદ નિર્દોષ છોડી મૂક્યો છે.

લગ્નની લાલચ બતાવીને દુષ્કર્મ કરવાનો ગુનો આરોપી સામે દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સુનાવણી કરતી વખતે કોર્ટે એક મહત્ત્વની ટિપ્પણી કરી હતી. કોર્ટે આ પ્રકરણની સુનાવણી કરતી વખતે સ્પષ્ટ કર્યું કે ભાવિ પત્નીને કોઈ વાંધાજનક મેસેજ મોકલવા તે તેની સાથે અસભ્ય વર્તન તરીકે ગણી નહીં શકાય. આથી લગભગ 11 વર્ષ પછી જેલમાં સબડતા આરોપીનો આખરે છુટકારો થયો છે.

લગ્ન પૂર્વેના સમયગાળામાં એકબીજાની ભાવના સમજી લેવા માટે આ રીતે સંભાષણ થતું હોય છે એવી નોંધ કોર્ટે કરી હતી. લૈંગિક ભાવના જાગૃત કરવા અને તે વિશે જાણી લેવા આવી પદ્ધતિનો સંવાદ અન્ય વ્યક્તિને કોઈક વાર ગમતો નથી. જોકે તેનો અર્થ એવો નથી કે તે પેલી વ્યક્તિ સાથે અસભ્ય વર્તન છે.

મહિલાની ફરિયાદ શું હતી
મહિલાએ 2020માં ફરિયાદ કરી હતી. આ યુગલ 2007માં મેટ્રિમોનિયલ સાઈટ પર મળ્યું હતું. પરિવારનો વિરોધહોવા છતાં તેમણે લગ્ન કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીની માતા આ લગ્નના વિરોધમાં હતી. લગ્ન પછી તમને ઘરમાં રહેવા નહીં દઈએ એવું તેની માતાએ કહેતાં 2010માં તેમણે સંબંધનો અંત લાવી દીધો હતો. દરમિયાન દુષ્કર્મના આરોપમાંથી આરોપીનો નિર્દોષ છુટકારો કરતી વખતે કોર્ટે કહ્યું કે લગ્ન કરવાનાં દરેક વચનનું પાલન નહીં કરવાને છેતરપિંડી અથવા દુષ્કર્મ તરીકે ગણાવી નહીં શકાય.

અન્ય સમાચારો પણ છે...