તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:સેનાપતિ બાપટ રોડની ટૂંક સમયમાં કાયાપલટ કરાશે

મુંબઈ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પુલની નીચે બાળકો - વરિષ્ઠ નાગરિકો માટે મનોરંજનની સુવિધાઓ

પ્રભાદેવી, દાદર, પરેલ ભાગમાંથી પસાર થતો, હંમેશા ટ્રાફિક જામ અને રાહદારીઓની અવરજવરવાળા સેનાપતિ બાપટ રોડની હાલત ખરાબ છે. રાહદારીઓ માટે પર્યાવરણસ્નેહી ફૂટપાથ, ટ્રાફિક જામ મુક્ત રસ્તો અને પુલ નીચેના દુર્લક્ષિત ભાગનું સુશોભીકરણ કરીને બાળકો માટે રમવાની અને વરિષ્ઠ નાગરિકો માટે આકર્ષક બેસવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એક મોટી કંપનીની મદદથી મહાપાલિકાએ શરૂ કરેલા આ પ્રકલ્પને લીધે સેનાપતિ બાપટ માર્ગના રૂપરંગ બદલાઈ જશે.

સેનાપતિ બાપટ માર્ગ પર ઠેકઠેકાણે વારંવાર ટ્રાફિક જામ થાય છે. એના લીધે વાહનવ્યવહાર અને રાહદારીઓની પણ હેરાનગતિ થાય છે. આ માર્ગ પર બંને બાજુએ મોટી કંપનીઓના કાર્યાલયો અને મોટી સંખ્યામાં નિવાસી ઈમારતો છે. તેથી આ માર્ગ પર હંમેશા રાહદારીઓની ઘણી અવરજવર રહે છે. પુલની નીચે ગર્દુલ્લાઓ, સમાજકંટકોની હંમેશા અવરજવર રહે છે. કેટલાક ભાગમાં અનધિકૃતપણે પાર્કિંગ લોટ ઊભા કરવામાં આવ્યા છે.

આ બાબતો ધ્યાનમાં રાખીને મહાપાલિકાના જી-દક્ષિણ વોર્ડે પોતાની હદમાંથી પસાર થતા સેનાપતિ બાપટ માર્ગની કાયાપલટ કરવાનો પ્રકલ્પ શરૂ કર્યો છે. આ પ્રકલ્પના પ્રથમ તબક્કામાં કાકાસાહેબ ગાડગીળ માર્ગથી ગાવડે ચોક સુધી સેનાપતિ બાપટ રોડ પરના 800 મીટર ભાગની કાયાપલટ કરવામાં આવી રહી છે. આ તબક્કાના માર્ગની બંને તરફથી ફૂટપાથનું સુશોભીકરણ કરવામાં આવી રહ્યું છે. આ સુશોભીકરણમાં રાહદારીઓ માટે અનુરૂપ ફૂટપાથ ઊભી કરવામાં આવશે. આ ભાગમાંથી જતા ફ્લાયઓવર નીચે ગર્દુલ્લાઓ અને સમાજકંટકોની અવરજવર વધી હતી. તેમ જ અનધિકૃતપણે પાર્કિંગ લોટ ચલાવવામાં આવતું હતું. આ બાબત ધ્યાનમાં લેતા આ પ્રકલ્પ અંતર્ગત મહાપાલિકાએ પુલની નીચેના ભાગનું સુશોભીકરણ શરૂ કર્યું છે.

રસ્તાનું સુશોભીકરણ
અત્યારે પ્રાયોગિક ધોરણે 800 મીટર લાંબા રસ્તાનું સુશોભીકરણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રયોગ સફળ થતા સેનાપતિ બાપટ માર્ગના બાકીના ભાગની પણ કાયાપલટ કરવામાં આવશે. આ માર્ગ પર 6844 સ્કવેર મીટર ફૂટપાથ છે. આ પ્રકલ્પ પૂરો થયા પછી એ 9077 સ્કવેર મીટર થશે. આજની તારીખે અહીં ફક્ત 13 વૃક્ષ છે. હવે વૃક્ષોનું વાવેતર કર્યા પછી વૃક્ષોની સંખ્યા 140 થશે.

સાઈકલ માટે લેન
રાહદારીસ્નેહી ફૂટપાથ બનાવવા સાથે ટ્રાફિક જામની સમસ્યાનો પ્રશ્ન ઉકેલવા માટે રસ્તા પર લેન તૈયાર કરવામાં આવશે. એ સાથે સાઈકલપ્રેમીઓ માટે ત્યાં એક સાઈકલની લેન પણ બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો