પ્રશાસન એલર્ટ:સેલ્ફ ઈલેકટ્રિક ઓડિટ ડિવાઈસ આગ રોકવામાં 80 % મદદ રૂપ

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ડિવાઈસથી શોર્ટસર્કિટ દ્વાર લાગતી આગ પર પાલિકાનું નિયંત્રણ

મુંબઈમાં બનતી આગની દુર્ઘટનાઓમાંથી 80 ટકા શોર્ટસર્કિટના કારણે થતી હોવાનું જણાયું છે. જોકે હવે આ આગ રોકવાનું કામ સેલ્ફ ઈલેકટ્રિક ઓડિટ ડિવાઈસ કરશે. એમાં પોતાની ઈલેકટ્રિક સિસ્ટમમાં 20 પ્રકારના ફોલ્ટ શોધતું ડિવાઈસ મહાપાલિકાની ઈમારત, હોસ્પિટલો, સરકારી અને ખાનગી આસ્થાપનાઓમાં લગાડવામાં આવશે. મુંબઈમાં છેલ્લા પાંચ વર્ષમાં આગની દુર્ઘટનાઓમાં જીવહાનીનું પ્રમાણ ઓછું થયું છે છતાં દુર્ઘટના અને નુકસાનીનું પ્રમાણ જોતા મહાપાલિકાએ તકેદારી લેવી અનિવાર્ય થયું છે.

આ પાર્શ્વભૂમિ પર અતિરિક્ત આયુક્ત અશ્વિની ભિંડેના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકારની ઉપાયયોજનાઓ કરવામાં આવે છે. છેલ્લા થોડા વર્ષમાં શોર્ટસર્કિટના કારણે 80 ટકા આગ લાગી હોવાનું જણાયું છે. એની નોંધ લેતા પ્રશાસન એલર્ટ થયું છે. રાજ્યના ચીફ ઈલેકટ્રિક ઓફિસર સાથે આ બાબતે બેઠક પાર પડી હતી. એમાં ફાયર એક્ટ અનુસાર ઈલેકટ્રિક શોર્ટસર્કિટના કારણે લાગતી આગ રોકવા માટે કરવાની ઉપાયયોજનાઓ સંદર્ભે ચર્ચા થઈ હતી. મહાપાલિકાના અગ્નિશમન દળને એક વર્ષમાં લગભગ 16 હજાર ફોન વિવિધ પ્રકારની દુર્ઘટનાઓ માટે આવે છે.

એમાંથી પાંચથી છ હજાર કોલ આગના હોય છે. આગ લાગવાનો કોલ આવતા જ અગ્નિશમન દળ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચીને બચાવકાર્ય શરૂ કરે છે. પણ શોર્ટસર્કિટના કારણે આગ લાગતા મોટા પ્રમાણમાં જીવહાની અને આર્થિક નુકસાન થાય છે. મુંબઈમાં લાગતી આગમાંથી 80 ટકા શોર્ટસર્કિટના કારણે લાગે છે.

20 પ્રકારના ફોલ્ટ જણાવશે
આ ઉપક્રમમાં હોસ્પિટલો, ખાનગી અને સરકારી આસ્થાપનાઓમાં સેલ્ફ ઈલેકટ્રિક ઓડિટ ડિવાઈસ લગાડવામાં આવશે. આ ડિવાઈસ તમને અને સંબંધિત કંપનીને વિવિધ 20 પ્રકારના ઈલેકટ્રિક ફોલ્ટ ઓટોમેટિક પદ્ધતિથી જણાવશે. એનો એસએમએસ સંબંધિત કંપની સાથે માલિકને મળશે જેથી તાત્કાલીક ઉપાયયોજના કરી શકાશે. પરિણામે ભવિષ્યમાં થનાર સંભવિત દુર્ઘટના રોકીને જીવહાની અને આર્થિક નુકસાની ટાળી શકાશે.

અન્ય સમાચારો પણ છે...